મુંબઇ: મહારાષ્ટ્ર (Maharashtra Assembly Elections 2019) માં જાહેરાત રાજકીય ઘમાસાણ વચ્ચે સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી આજે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરશે. નિતિન ગડકરી અને મોહન ભાગવત નાગપુરમાં આજે એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ભાગ લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પહેલાં આરએસએસ નેતા ભૈયાજી જોશીએ શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી છે. આ દરમિયાન મહારાષ્ટ્ર ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચંદ્વકાંત પાટીલના નેતૃત્વમાં પાર્ટીના વરિષ્ઠ નેતા રાજ્યપાલ સાથે આજે બપોરે 2 વાગે મુલાકાત કરશે. આમ તો પહેલાં આ મુલાકાત 11:30 વાગે થવાની હતી પરંતુ પછી અચાનક સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ રાજ્યપાલ સાથે મુલાકાત જરૂર કરશે પરંતુ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે નહી.  

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મૂ કાશ્મીરમાં ભારે હિમવર્ષા, શ્રીનગરમાં ટ્રાન્સપોર્ટ અને ટેલીફોન સેવાઓ ઠપ


આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતાં શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે ભાજપ ગર્વનરને મળવા જઇ રહ્યા છીએ તો આ સારી વાત છે. જો તે બહુમત સાબિત કરી શકે તો અમારી શુભેચ્છાઓ છે. આમ તો મહારાષ્ટ્રમાં આગામી મુખ્યમંત્રી શિવસેનાનો હશે. શિવસેનાનું આગામી પગલું શું હશે તે આજે ઉદ્ધવ ઠાકરે પોતાના ધારાસભ્યોને જણાવશે. આ સાથે જ સંજય રાઉતે આરએસએસની મધ્યસ્થતા સંબંધી સમાચારોને નકારી કાઢતાં કહ્યું કે સંઘ સાથે આ મુદ્દે કોઇ વાત થઇ નથી. 

અયોધ્યા વિવાદ પર ચૂકાદા પહેલાં PM મોદીની મંત્રીઓને સલાહ, 'કોર્ટના ચૂકાદાનું સન્માન કરો


એવા પણ સમાચાર આવી રહ્યા છે કે શિવસેનાને પોતાના ધારાસભ્યો તૂટવાનો ડર સતાવી રહ્યો છે. એટલા માટે શિવસેનાના સૂત્રોના હવાલેથી સમાચાર આવ્યા છે કે માતોશ્રી પર ધારાસભ્યોની મીટીંગ બાદ શિવસેનાના બધા ધારાસભ્યોને કોઇ ખાસ જગ્યાએ શિફ્ટ કરવામાં આવશે. આ સમાચારોને નકારી કાઢતાં સંજય રાઉતે પરોક્ષ રીતે ભાજપ પર હુમલો કરતાં કહ્યું કે જો કોઇમાં હિંમત હોય તો તે અમારા ધારાસભ્યોને તોડીને બતાવે. અમે અમારા ધારાસભ્યોને કોઇ અન્ય જગ્યાએ શિફ્ટ નહી કરીએ. હું તેમને પડકાર ફેંકુ છું. તેમને તેનું પરિણામ ભોગવવું પડશે. જોકે આ સાથે જ ઉમેર્યું કે કેટલાક અન્ય પક્ષોના નેતાઓ પોતાની પાર્ટીના ધારાસભ્યોના સંબંધ આ પ્રકારની આશંકા વ્યક્ત કરી છે. આવા કેસમાં જોવા મળ્યું છે કે સત્તાધારી પક્ષ હોર્સ ટ્રેડિંગ અને દબાણની રણનિતીનો ઉપયોગ કરે છે. પરંતુ જેવું કર્ણાટક અને ગોવામાં જોવા મળ્યું હતું એવું કંઇ થશે નહી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube