કેન્દ્રમાં સરકાર બની તો પછાત રાજ્યોને આપીશું વિશેષ રાજ્યનો દરજ્જો, નીતિશ કુમારે કરી જાહેરાત
Nitish Kumar: મિશન 2024ની તૈયારીમાં લાગેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મોટી જાહેરાત કરી છે. નીતિશ કુમારે કહ્યુ કે જો કેન્દ્રમાં અમારી એટલે કે વિપક્ષની સરકાર બને છે તો બધા પછાત રાજ્યનો વિશેષ રાજ્યનો દરજ્જો આપીશું.
પટનાઃ લોકસભા ચૂંટણી 2024 માટે વિપક્ષને એક કરવામાં લાગેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે મોટી જાહેરાત કરી છે. ખુદને પીએમ પદના ઉમેદવાર ન ગણાવનારા નીતિશ કુમારે કહ્યુ કે જો કેન્દ્રમાં અમે સરકાર બનાવીશું તો બધા પછાત રાજ્યોને વિશેષ રાજ્યનો દરજ્જો આપીશું. સીએમ નીતિશે પટનામાં પત્રકારોના એક સવાલના જવાબમાં આ ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું, 'જો અમને (બિન-ભાજપ દળ) કેન્દ્રમાં આગામી સરકાર બનાવવાની તક મળે છે તો બધા પછાત રાજ્યોને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. એવું કોઈ કારણ નથી કે આ ન કરી શકાય.'
નીતિશ કુમારે કહ્યુ કે, જો અમે (વિપક્ષ) આગામી વખતે (કેન્દ્રમાં) સરકાર બનાવીએ તો અમે પછાત રાજ્યોને વિશેષ રાજ્યનો દરજ્જો કેમ ન આપીએ? અમે માત્ર બિહાર વિશે વાત કરી રહ્યાં નથી. અમે કેટલાક અન્ય પછાત રાજ્યો વિશે પણ વાત કરી રહ્યાં છીએ, જેને વિશેષ રાજ્યનો દરજ્જો મળવો જોઈએ. નોંધનીય છે કે નીતિશે હાલમાં ભાજપ સાથે ગઠબંધન તોડીને રાજદ, કોંગ્રેસ અને વામદળો સહિત સાત દળોના મહાગઠબંધનની સાથે બિહારમાં સરકાર બનાવી હતી.
આ પણ વાંચોઃ Sonali Phogat Case: સોનાલી ફોગાટ મોત મામલામાં CBIએ દાખલ કર્યો કેસ, કાલે ગોવા જશે ટીમ
આ બધાને બોલવાનો કોઈ મતલબ નથી, ગિરિરાજના નિવેદન પર નીતિશ
તો બેગૂસરાયની ઘટનાને લઈને ગિરિરાજ સિંહના નિવેદન પર નીતિશ કુમારે કહ્યુ કે આ બધાને બોલવાનો કોઈ મતલબ નથી. કાલે શું બોલતા હતા અને આજે શું બોલે છે. કોઈ સેન્સ નથી. આ લોકોએ ક્યારેય કાયદો અને વ્યવસ્થા જોઈ નથી. જે પોલીસકર્મીઓએ ડ્યૂટીમાં બેદરકારી દાખવી તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ મામલે પોલીસ કાર્યવાહી કરી રહી છે.
તો બેગૂસરાયની ઘટનાને જાતીય રંગ આપવા પર મુખ્યમંત્રીએ કહ્યું કે ત્યાંના લોકોએ જે જણાવ્યું, તેના આધાર પર મેં નિવેદન આપ્યું. જેને મારી દેવામાં આવ્યો તે કઈ જાતિનો હતો, જે ઘાયલ થયા તે પણ વિવિધ જાતિના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube