Sonali Phogat Case: સોનાલી ફોગાટ મોત મામલામાં CBIએ દાખલ કર્યો કેસ, કાલે ગોવા જશે ટીમ

Sonali Phogat Death Case: ગૃહ મંત્રાલયે સોનાલી ફોગાટ મોત મામલામાં સીબીઆઈ તપાસની ભલામણ માટે એક પત્ર લખ્યો હતો. 
 

Sonali Phogat Case: સોનાલી ફોગાટ મોત મામલામાં CBIએ દાખલ કર્યો કેસ, કાલે ગોવા જશે ટીમ

નવી દિલ્હીઃ CBI Probe In Sonali Phogat Case: હરિયાણા ભાજપની નેતા સોનાલી ફોગાટના મોત મામલામાં સીબીઆઈએ કેસ દાખલ કરી લીધો છે. આ કેસના સિલસિલામાં સીબીઆઈની ટીમ કાલે ગોવા જશે. સોનાલી ફોગાટ હત્યા કેસની તપાસ સીબીઆઈને આપવા માટે ગોવા સરકારે ભલામણ કરી હતી. ત્યારબાદ સોમવારે ગૃહ મંત્રાલયે ડીઓપીટી મંત્રાલયને આ મામલાની તપાસ સીબીઆઈ પાસે કરાવવાનો પત્ર લખ્યો હતો.

સોનાલી ફોગાટના મોતને લઈને તેના પરિવારજનો શરૂઆતથી સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યાં હતા. તે માટે તેમણે હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર સાથે મુલાકાત કરી લેખિતમાં અરજી આપી હતી. પછી હરિયાણાના મુખ્યમંત્રીએ ગોવાના સીએમ પ્રમોદ સાવંત સાથે આ મામલાની સીબીઆઈ તપાસ કરાવવા માટે પત્ર લખ્યો હતો. 

બે દિવસ પહેલા સોનાલી ફોગાટની બહેન રૂકેશે સીબીઆઈ તપાસની માંગ પુનરાવર્તિત કરતા પોતાની બહેનના શંકાસ્પદ મોતમાં રાજકીય એંગલ હોવાની શંકા વ્યક્ત કરી હતી. એએનઆઈ સાથે વાત કરતા રૂકેશે કહ્યું હતું કે, સત્ય સીબીઆઈ તપાસ બાદ સામે આવશે. અમને ગોવા પોલીસની તપાસથી સંતોષ નથી. ગોવા પોલીસ સંપત્તિના એંગલથી કેસની તપાસ કરી રહી છે. ત્યાં હત્યા પાછળ મોટા લોકો હોઈ શકે છે. રાજકીય આધાર પર સોનાલીની હત્યા થઈ હોવાની શક્યતાની પણ તપાસ થવી જોઈએ.

તેમણે મામલાની સીબીઆઈ તપાસ માટે સરકાર પર દબાવ બનાવવા માટે ખાપ પંચાયતોનો આભાર માન્યો હતો. રૂકેશે કહ્યું કે, ખાપ પંચાયતોએ તેનો સંપૂર્ણ સહયોગ આપ્યો છે. ખાપ પંચાયતોને કારણે હરિયાણા અને ગોવાની સરકાર પર દબાવ બન્યો છે. સોનાલી ફોગાટ હત્યાકાંડની સીબીઆઈ તપાસની માંગને લઈને રવિવારે હિસારમાં ખાપ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. 

નોંધનીય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવારે કેન્દ્રીય તપાસ એજન્સીને સોનાલી ફોગાટ હત્યાકાંડની તપાસ માટે પોતાની મંજૂરી આપી હતી. સોનાલી ફોગાટને ગોવા પહોંચ્યાના એક દિવસ બાદ 23 ઓગસ્ટે એક હોસ્પિટલમાં મૃત સ્થિતિમાં લાવવામાં આવી હતી. આ ઘટના બાદ ગોવા પોલીસે હત્યાનો કેસ દાખલ કર્યો હતો અને પાંચ લોકોની ધરપકડ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news