JDU ધારાસભ્ય દળની બેઠકમાં વિધાનમંડળ દળના નેતા તરીકે ચૂંટાયા નીતીશ કુમાર
બિહારની રાજધાની પટનામાં રવિવારે સીએમ નિવાસમાં જેડીયૂ ધારાસભ્યોની બેઠક થઇ. આ બેઠકમાં નીતીશ કુમારને ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા. ત્યારબાદ હવે એક બેઠક એનડીએ વિધાનમંડળ દળની થવાની છે,
પટના: બિહારની રાજધાની પટનામાં રવિવારે સીએમ નિવાસમાં જેડીયૂ ધારાસભ્યોની બેઠક થઇ. આ બેઠકમાં નીતીશ કુમારને ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા. ત્યારબાદ હવે એક બેઠક એનડીએ વિધાનમંડળ દળની થવાની છે, જેમાં એનડીએ ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી થશે. આ બેઠકમાં નીતીશ કુમારના નામની મોહર લાગી છે.
બિહાર: સરકાર રચવાનો ફોર્મૂલા તૈયાર, આ ચહેરાઓને મળી શકે છે મંત્રીમંડળમાં જગ્યા
આ પહેલાં પટનામાં મુખ્યમંત્રી આવાસમાં જેડીયૂ ધારાસભ્યોની બેઠક થઇ. તેમાં જેડીયૂના તમામ વરિષ્ઠ નેતા હાજર રહ્યા. બેઠકમાં તમામ ધારાસભ્યોએ એકમતથી નીતીશ કુમારને પોતાના નેતા તરીકે સિલેક્ટ કર્યા. તો બીજી તરફ બેઠકમાં વિધાનમંડળના નેતા તરીકે પસંદ કર્યા બાદ નીતીશ કુમારે તમામ ધારાસભ્યોનો આભાર વ્યક્ત કર્યો .
તો બીજી તરફ હવે એનડીએની બેઠકમાં પણ નીતીશ કુમારના નામ પર મોહર લાગવાની છે. આ બેઠકમાં સરકારનું સ્વરૂપ, ધારાસભ્ય દળના નેતાની ચૂંટણી, મંત્રી પદ, વિભાગોની વહેંચણી, સહયોગીઓને મંત્રી પદ સહિત તમામ મુદ્દાઓ પર નિર્ણય લેવાનો છે. આ બેઠકમાં નેતા પસંદ કરાયા હતા. નીતીશ કુમાર રાજ્યપાલ સાથે મુલાકાત કરશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. માનવામાં આવી રહ્યું છે કે બિહારમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 16 નવેમ્બરના રોજ યોજાઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube