પટનાઃ નીતીશ કુમારે રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. બિહારના મુખ્યમંત્રી તરીકે નીતીશ કુમાર આવતીકાલે સાંજે 4.30 કલાકે શપથ ગ્રહણ કરવાના છે. આ સાથે તેઓ સાતમી વખત બિહારના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. આ પહેલા આજે પટનામાં મુખ્યમંત્રી આવાસ પર રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નીતીશ કુમારને એનડીએ ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા. આ બેઠક બાદ નીતીશ કુમાર રાજભવન પહોંચ્યા અને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યપાલને મળ્યા નીતીશ, સરકાર બનાવવાનો દાવો કર્યો રજૂ
નીતીશ કુમાર રાજ્યપાલને મળી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. આ દરમિયાન તેમણે 126 ધારાસભ્યોનું લિસ્ટ રાજ્યપાલને સોંપી દીધું છે. બિહાર ભાજપ અધ્યક્ષ સંજય જાયસવાલ, પૂર્વ સીએમ અને HAM મુખિયા જીતનરામ માંઝી, VIP અધ્યક્ષ મુકેશ સહની પણ હાજર રહ્યા હતા. સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યા બાદ સોમવારે એટલે કે આવતીકાલે સાંજે 4.30 કલાકે શપથગ્રહણ કાર્યક્રમ યોજાશે. 


આજે 'ધોકો' નહીં પરંતુ 'ધોખો' છે, જાણો કેમ હોય છે 'પડતર' દિવસ


તારકિશોર પ્રસાદ ચૂંટાયા ભાજપ ધારાસભ્ય દળના નેતા
આ વચ્ચે ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે તારકિશોર પ્રસાદને ચૂંટવામાં આવ્યા છે. ડેપ્યુટી નેતા તરીકે રેનૂ દેવીને પસંદ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી પ્રાપ્ત જાણકારી પ્રમાણે 16 નવેમ્બરે નીતીશ કુમાર રાજભવનમાં સાતમી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમની સાથે મંત્રીમંડળના 16 સભ્યો પણ શપથ લેશે. તેમાં વીઆઈપી અને હમ ઘટક દળના એક-એક સભ્ય મંત્રી પણ શપથ લેશે. 


એનડીએને કેટલી સીટો
મહત્વનું છે કે વિધાનસભાની 243 સીટો પર યોજાયેલી ચૂંટણીમાં એનડીએએ 125 સીટો સાથે બહુમતી પ્રાપ્ત કરી છે. વિપક્ષી મહાગઠબંધનને આ ચૂંટણીમાં 110 સીટો મળી છે. ભાજપને 74, જેડીયૂને 43, આરજેડીને 75, કોંગ્રેસને 19 સીટો મળી છે. માકપા માલેને 12 અને અન્યના ખાતામાં 8 સીટો આવી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube