NDA In Rajyasabha: બિહારમાં નીતિશકુમારે ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું. હવે તેઓ મહાગઠબંધન સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છે. આ સાથે જ એનડીએનું નેતૃત્વ કરી રહેલા ભાજપને રાજ્યસભામાં પણ મોટો ઝટકો લાગ્યો છે. નીતિશકુમારની જેડીયુના રાજ્યસભામાં 5 સાંસદ છે. જેમાં ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ પણ છે. જો કે જ્યારે જેડીયુ એનડીએનો ભાગ હતી ત્યારે પણ રાજ્યસભામાં ભાજપ સાથે બહુમત નહતું. છેલ્લા 3 વર્ષમાં એનડીએનો સાથ છોડનારી જેડીયુ ત્રીજી પાર્ટી છે. આ અગાઉ શિવસેના અને શિરોમણી અકાલી દળે પણ સાથ છોડ્યો હતો. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલા તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ પણ એનડીએનો સાથ છોડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યસભામાં હાલ 237 સભ્ય
હવે જેડીયુ એનડીએનો ભાગ નથી એટલી ભાજપના નેતૃત્વવાળા એનડીએને રાજ્યસભામાં બિલ પાસ કરાવવા માટે ઓડિશાના બીજુ જનતા દળ, આંધ્ર પ્રદેશના વાયએસઆરસીપી પર મદાર રાખવો પડશે. રાજ્યસભામાં હાલ 237 સભ્ય છે. જ્યાં 8 જગ્યા ખાલી છે, જેમાંથી 4 જમ્મુ અને કાશ્મીરની, એક ત્રિપુરાની અને 3 બેઠકો એવી છે જે નોમિનેટેડ  કરવાના બાકી છે. બહુમતનો આંકડો 119 છે. એનડીએ પાસે સદનમાં 115 સભ્ય છે. જેમાંથી 5 નામાંકિત અને એક અપક્ષ છે. જેડીયુના ગયા બાદ એનડીએનો આંકડો 110 થઈ ગયો. જે બહુમતથી 9 સભ્ય ઓછો છે. 


Bihar માં આજથી 'કાકા-ભત્રીજા'ની સરકાર, નવી કેબિનેટમાં કોના કેટલા મંત્રી? આ ફોર્મ્યૂલાથી થશે નક્કી!


બીજા પક્ષો પર રહેવું પડશે નિર્ભર
સરકાર ચોમાસા સત્ર પહેલા 3 વધુ સાંસદોને નોમિનેટ કરી શકે છે અને જ્યારે પણ ચૂંટણી થશે ત્યારે ત્રિપુરાની બેઠક પણ ભાજપના ખાતામાં જ જશે. ત્યારે પણ એનડીએના સભ્યોની સંખ્યા વધીને 114 સુધી પહોંચી શકશે. જે તે સમયે પણ બહુમત માટે પુરતી નહીં રહે. મહત્વના બિલો પર ભાજપને બીજુ જનતા દળ, અને વાયએસઆરસીપીના સમર્થન પર નિર્ભર રહેવું પડશે. આ પાર્ટીઓના 9-9 સાંસદો છે. હહાલમાં જ થયેલી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપને શિરોમણી અકાલી દળ, માયાવતીની બહુજન સમાજ પાર્ટી, ટીડીપી, વાયએસઆરસી અને બીજેડીનું સમર્થન મળ્યું હતું. 


એનડીએના કેટલા સભ્ય રાજ્યસભામાં
જો એનડીએના આંકડાની વાત કરીએ તો ભાજપના 91 સભ્ય છે. એઆઈએડીએમકેના 4, એસડીએફના 1, આરપીઆઈએના 1, એજીપીના 1, પીએમકેના 1, એમડીએમકેના 1, તમિલ મનીલાના એક, એનપીપીના 1, એમએનએફના 1, યુપીપીએલના 1, આઈએનડીના 1 અને પાંચ નામાંકિત છે. આ રીતે આંકડો 110 સુધી પહોંચે છે. અત્રે જણાવવાનું કે નીતિશકુમાર આજે બપોરે મુખ્યમંત્રી પદના શપથ લેશે. જ્યારે તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ પદના શપથ લેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube