Bihar માં આજથી 'કાકા-ભત્રીજા'ની સરકાર, નવી કેબિનેટમાં કોના કેટલા મંત્રી? આ ફોર્મ્યૂલાથી થશે નક્કી!

Nitish-Tejashwi Oath Ceremony: નીતિશકુમાર આજે બપોરે બિહારના મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેમની સાથે આરજેડી નેતા તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ પદના શપથ લેશે. અત્રે જણાવવાનું કે નીતિશકુમારની પાર્ટી જેડીયુએ મંગળવારે ભાજપ સાથે પોતાનું ગઠબંધન તોડી નાખ્યું. ત્યારબાદ નીતિશકુમારે રાજ્યપાલ ફાગુ ચૌહાણને મળીને રાજીનામું સોંપી દીધુ અને રાજ્યમાં આઠમીવાર નવી સરકાર બનાવા માટે દાવો રજૂ કર્યો. 

નવી સરકારનો ફોર્મ્યૂલા
પરંતુ આ બધા વચ્ચે હવે જે સવાલ ઉઠી રહ્યો છે તે એ છે કે મંત્રીમંડળનો ફોર્મ્યૂલા શું હશે. કઈ પાર્ટીના કેટલા મંત્રી હશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ 2015માં મહાગઠબંધનનો જે ફોર્મ્યૂલા હતો તેના પર મંત્રીમંડળ રચાઈ શકે છે. જે હેઠળ 35 મંત્રી બની શકે છે. જેમાંથી 16 આરજેડીના અને 13 જેડીયુના હોઈ શકે છે. જ્યારે એક હમ અને 2 કોંગ્રેસના મંત્રી હોઈ શકે છે. વિધાનસભામાં સ્પીકર આરજેડીના બની શકે છે. 

આઠમીવાર શપથ લેશે
ભાજપના નેતૃત્વવાળા એનડીએને છોડીને નીતિશકુમાર આઠમીવાર મુખ્યમંત્રી પદના શપથ લેશે. નીતિશ સાત પક્ષોના ગઠબંધનનું નેતૃત્વ કરશે. 71 વર્ષના નીતિશકુમાર મંગળવારે તેજસ્વી યાદવ સહિત વિપક્ષી મહાગઠબંધનના અન્ય સહયોગીઓ સાથે રાજભવન જઈને રાજ્યપાલને મળ્યા અને 164 ધારાસભ્યોના સમર્થનનો પત્ર સોંપ્યો. બિહાર વિધાનસભામાં હાલ 242 સભ્યો છે. જ્યારે બહુમતીનો આંકડો 122 છે. 

જાતિ આધારિત વસ્તીગણતરી, જનસંખ્યા નિયંત્રણ, અગ્નિપથ યોજના, અને નીતિશકુમારના પૂર્વ નીકટના સહયોગી આરસીપી સિંહને કેન્દ્રીય કેબિનેટમાં મંત્રી તરીકે જાળવી રાખવા સહિત અનેક મુદ્દાઓ પર જેડીયુ અને ભાજપ વચ્ચે ઘણા સમયથી તણાવ હતો. મંગળવારે સવારે જેડીયુના તમામ સાંસદો અને વિધાયકોએ મુખ્યમંત્રી આવાસ પર થયેલી બેઠકમાં એનડીએ છોડીને મહાગઠબંધન સાથે હાથ મિલાવવાનો નિર્ણય લીધો. જેડીયુ પાંચ વર્ષ પહેલા એટલે કે 2017માં મહાગઠબંધનથી અલગ થઈ હતી. 

આ મુદ્દાઓ પર તણાવ
એવું કહેવાય છે કે મુખ્યમંત્રીએ પાર્ટી ધારાસભ્યો અને સાંસદોને કહ્યું હતું કે ભાજપ જેણે પહેલા ચિરાગ પાસવાનના વિદ્રોહ અને પછી પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ આરસીપી સિંહ દ્વારા તેમની જેડીયુને નબળી કરવાની કોશિશ કરી. નીતિશ કુમારની સહમતિ વગર આરસીપી સિંહને કેન્દ્રીય કેબિનેટમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા. પરિણામ સ્વરૂપે જ્યારે રાજ્યસભામાં તેમનો કાર્યકાળ ખતમ થયો ત્યારે જેડીયુએ તેમને રાજ્યસભા સભ્ય તરીકે વધુ એક કાર્યકાળ આપવાનો ઈન્કાર કરી દીધો. જેને કારણે તેમનો કેબિનેટ મંત્રી તરીકેનો કાર્યકાળ પણ પૂરો થઈ ગયો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news