પટનાઃ નીતીશ કુમારે 7મી વખસ સીએમ પદના શપથ લીધા છે. રાજભવનમાં રાજ્યપાલ ફાગૂ ચૌહાણે તેમને પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા હતા. નીતીશ કુમારની સાથે 14 અન્ય મંત્રીઓએ પણ શપથ લીધા છે. મહત્વનું છે કે ભાજપના 7, જેડીયૂના 5 અને હમ તથા વીઆઈપીના એક-એક મંત્રીઓએ શપથ લીધા છે. આ તકે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા હાજર રહ્યા હતા. કોંગ્રેસ અને આરજેડીએ શપથગ્રહણ સમારોહનો બહિષ્કાર કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીતીશ કુમારની સાથે-સાથે રાજ્યપાલ ફાગૂ ચૌહાણે તારકિશોર પ્રસાદ અને રેણુ દેવીને નાયબ મુખ્યમંત્રી પદે શપથ અપાવ્યા હતા. તમને જણાવી દઈએ કે ભાજપ નેતા તારકિશોર પ્રસાદ કટિહારથી ધારાસભ્ય છે જ્યારે રેણુ દેવી બેતિયા વિધાનસભા સીટથી ચૂંટાયા છે. 


આ સિવાય જેડીયૂના કાર્યકારી અધ્યક્ષ અશોક ચૌધરીએ મંત્રી પદના શપથ લીધા છે. જેડીયૂમાંથી વિજેન્દ્ર યાદવ, વિજય તિવારી, મેવાલાલ ચૌધરી અને શીલા મંડલે મંત્રી પદના શપથ લીધા છે. તમને જણાવી દઈએ કે જેડીયૂ કોટામાંથી 5 નેતાઓએ મંત્રી પદના શપથ લીધા છે. હમમાંથી જીતન રામ માંઝીના પુત્ર સંતોષ સુમન મંત્રી બન્યા છે. 


વીઆઈપીમાંથી પાર્ટી ચીફ મુકેશ સહનીએ મંત્રી પદના શપથ લીધા છે. મુકેશ સહની સન ઓફ મલ્લાહના રૂપથી જાણીતા છે. તો ભાજપ તરફથી મંગલ પાંડે અને અમરેન્દ્ર પ્રતાપ સિંહે પણ મંત્રી પદના શપથ લીધા છે. 


શપથ ગ્રહણ સમારોહમાં ભાજપના બે નેતાઓએ મૈથિલી ભાષામાં મંત્રી પદના શપથ લીધા હતા. મહત્વનું છે કે ભાજપના જીવેશ મિશ્રા અને રામપ્રીત પાસવાને મૈથિલી ભાષામાં શપથ લીધા છે. આ સિવાય ભાજપના રામ સૂરત રાયે પણ મંત્રી પદના શપથ લીધા હતા. આ રીતે જુઓ તો ભાજપમાંથી કુલ 7 લોકોએ આજે શપથ લીધા છે. ભાજપના બે નેતાઓએ નાયબ મુખ્યમંત્રી અને પાંચ નેતાઓએ મંત્રી પદના શપથ લીધા છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube