બિહાર ચૂંટણી દરમિયાન જોવા મળ્યું નીતીશનું રૌદ્ર રૂપ, ગુસ્સામાં કહ્યું- વોટ આપો કે ન આપો પરંતુ...
બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Vidhansabha election)ની તૈયારીઓમાં લાગેલા મુખ્યમંત્રી નીતીશ કુમારે પરસામાં ચૂંટણી સભાને સંબોધિત કરતાં લાલૂ યાદવ (Lalu Yadav) પરિવાર પર જોરદાર નિશાન સાધ્યું છે.
પટના: બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Vidhansabha election)ની તૈયારીઓમાં લાગેલા મુખ્યમંત્રી નીતીશ કુમારે પરસામાં ચૂંટણી સભાને સંબોધિત કરતાં લાલૂ યાદવ (Lalu Yadav) પરિવાર પર જોરદાર નિશાન સાધ્યું છે. મુખ્યમંત્રી નીતીશ કુમાર (Nitish Kumar) સાથે મંચ પર લાલૂ યાદવની પુત્રવધૂ ઐશ્વર્યા રાય પણ હાજર રહી, જે પોતાની પિતા માટે ચૂંટની પ્રચારમાં જોડાઇ છે.
પરસાના ડેરનીથી નીતીશ કુમારે જનસભાને સંબોધિત કરતાં ચંદ્રિકા રાય (Chandrika Rai)ના સમર્થનમાં વોટ માંગ્યા છે. આ દરમિયાન સભામાં હંગામો કરનારા પર ખૂબ ભડક્યા. નીતીશ કુમારે કહ્યું કે જેમને વોટ આપવો હોય તે આપે, ન આપવો હોય તે ન આપે. પરંતુ હંગામો કરશો નહી.
જોકે મુખ્યમંત્રી નીતીશ કુમારની સભામાં લાલૂ યાદવ જિંદાબાદના નારા લાગ્યા. નીતીશ કુમારના મંચ પર પહોંચતા જ દર્શક દીધામાં લાલૂ યાદવના સમર્થનમાં નારા લગાવવા લાગ્યા.
સીએમએ આ દરમિયાન કહ્યું કે ચંદ્રીકા રાય મારા મિત્ર છે. ભીડ પર હંગામો કરવા માટે ગુસ્સે થઇને કહ્યું કે અમને ખબર નથી કે તમે શું કહી રહ્યા છો. તમે બધા આ હોબાળો કરશો નહી. જેના માટે આવ્યા હોય અહીં તેના વોટ પણ બરબાદ કરશો. તેમણે કહ્યું કે ચંદ્રીકા રાય વિશે શું બોલી રહ્યા છો. તેમની સાથે જે દુવ્યવહાર થયો છે તે યોગ્ય નથી.
નીતીશ કુમારે કહ્યું કે તે એટલી ભણેલી ગણેલી મહિલા છે. શું વ્યવહાર કર્યો તેમની સાથે. લગ્નમાં તો અમેલોકો પણ ગયા હતા. પરંતુ તેમછતાં જે દ્વશ્ય આવ્યૌં કેટલું ખરાબ લાગ્યું અમને લોકોને. આ ન થવું જોઇએ. તેમણે કહ્યું કે મહિલાઓની સાથે આ પ્રકારનો વ્યવહાર કરવો. આમ તો લોકો થોડા દિવસો માટે દેખાશે નહી પરંતુ ભવિષ્યમાં ખબર પડશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube