ઝી મીડિયા/બ્યૂરો :દિલ્હીના નિઝામુદ્દીન (Nizamuddin) વિસ્તારમાં થયેલા તબગિલી જમાત (Tablighi Jamaat) કાર્યક્રમને લઈને સતત નવા ખુલાસા થઈ રહ્યાં છે. હવે માહિતી મળી છે કે, 28-28 માર્ચની રાત્રે જમાતના મૌલાના સાદે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ (NSA Ajit Doval) નો સંપર્ક કર્યો હતો. અજીત ડોવાલ સાથે વાતચીત કર્યા બાદ તબગિલ જમાતના લોકો એ જગ્યા પરથી હટવા માટે રાજી થયા હતા. તે સમયે NSA અજીત ડોવાલે મૌલાનાને સેન્ટરમાં હાજર તમામને કોરોના ટેસ્ટ કરાવવા માટે કહ્યું હતું. તબગિલી જમાતના સેન્ટરમાં કોરોનાના મામલામાં મળવાની વાતને લઈને અજીત ડોવાલ અને ગૃહમંત્રી અમિત શાહ બહુ જ ગંભીર હતા. 


નિઝામુદીન મરકજમાં હાજરી આપનાર 1500ની યાદી કેન્દ્ર સરકારે ગુજરાતને સોંપી 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલામાં કોરોના સામે લડાઈ લડી રહેલ કેન્દ્ર અને રાજ્ય સરકારોની ઊંઘ ઉડાવી દીધી છે. કાર્યક્રમથી નીકળીને આ લોકો દેશના અનેક રાજ્યોમાં ગયા હતા. માહિતી મળી છે કે, મહારાષ્ટ્રના અહેમદનગરથી આ કાર્યક્રમમાં 34 જેટલા લોકો સામેલ થયા હતા. પોલીસે આ તમામ લોકોને મંગળવારે સાંજે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તમામના બ્લડ સેમ્પલ કોરોના વાયરસના તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જેમાંથી 2 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે.  


અમદાવાદીઓ ચેતી જજો, 8 નવા કેસ તમારા શહેરના છે.... એક જ પરિવારના 3 પોઝિટિવ 


તો બીજી તરફ નિઝામુદ્દીનના આલમી મરકજમાં 36 કલાકનું સઘન અભિયાન ચલાવીને સવારે ચાર વાગ્ય સુધી આખી બિલ્ડીંગ ખાલી કરાવાઈ હતી. આ ઈમારતમાંથી 2361 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમાંથી 617ને હોસ્પિટલમાં અને બાકીને quarantineમાં ભરતી કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, મરકજના લોકો દાવો કરી રહ્યા છે કે અંદર માત્ર 1000 લોકો હતા. 


વલસાડ : તબલિગી જમાતમાં ગયેલા 24 પરત ફર્યા, 14 હજી તંત્રની પહોંચ બહાર


મંગળવારે તબગિલી જમાતના નિઝામુદ્દી મરકજમાંથી 1548ને બહાહર કાઢવામાં આવ્યા હતા. આ તમામ લોકોને ડીટીસીની બસોથી દિલ્હીના અલગ અલગ હોસ્પિટલો અને ક્વોરેન્ટાઈન સેન્ટરમા લઈ જવાયા હતા. તબગિલી જમાત સાથે જોડાયેલ 24 લોકો કોરોના પોઝિટિવ છે. દિલ્હીમાં 714 લોકો કોરોનાના શરૂઆતી લક્ષણોને કારણે હોસ્પિટલમાં ભરતી કરાયા છે. એટલે કે તબગિલી જમાતે દિલ્હીને કોરોના વાયરસનું હોટસ્પોટ બનાવી લીધું છે. 


આ જમાત સાથે જોડાયેલ અંદાજે 8 લોકોના દેશની અલગ અલગ હોસ્પિટલમા મોત નિપજ્યા છે. અત્યાર સુધી દેશભરમાં જમાત સાથે જોડાયેલા 84 લોકો પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તેમાઁથી દિલ્હીના 24, તેલંગાનાના 15 અને તમિલનાડુના 45 લોકો સામે આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર