નવી દિલ્હી : ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટ તરફથી કોઇ રાહત નથી મળી. કોર્ટે એકવાર ફરીથી તેની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટમાં નીરવનાં વકીલો હાજર રહ્યા હતા જ્યારે નીરવ મોદીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. આ અગાઉ કોર્ટે ગત્ત મહિને પણ તેની જામીન અરજી ફગાવી દીધી હતી અને 26 એપ્રીલ સુધી જેલ મોકલતા આગામી સુનવણીની તાી આ દિવસ માટે ટાળી દીધી હતી. હવે આ મુદ્દે આઘામી સુનવણી 24 મેનાં રોજ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસે કેમ PM મોદી સામે પ્રિયંકાને મેદાનમાં ન ઉતાર્યા? સામ પિત્રોડાએ કર્યો મોટો ખુલાસો

નીરવ મોદી ગત્ત મહિને 29 માર્ચનાં રોજ વેસ્ટમિંસ્ટર કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. નીરવ મોદીની તરફથી વકીલ આનંદ દુબેએ કોર્ટમાં પોતાનો પક્ષ મુક્યો હતો પરંતુ કોર્ટ તરફથી કોઇ જ રાહત મળી નહોતી. ત્યારે આ મુદ્દે સુનવણી કરતા જજે નીરવ મોદીને સશર્ત જામીન આપવાનો ઇનકાર કરતા કહ્યું કે, બેંકોને ઘણુ નુકસાન થયું હશે. પુરાવાઓને નષ્ટ કરવામાં આવ્યા છે. આ ગોટાળાનો ખુબ જ અસામાન્ય મુદ્દો છે. નીરવ મોદી જાન્યુઆરી 2018થી બ્રિટનમાં છે. પાસપોર્ટ રદ્દ થયા બાદથી નીરવ મોદીએ કોઇ જ યાત્રા નથી કરી. 


પંજાબી સિંગર દલેર મહેંદી ભાજપમાં જોડાયા, માનવ તસ્કરીના કેસમાં છે જામીન પર
લખનઉ: મુલાયમ સિંહ યાદવની તબિયત લથડી, PGIમાં દાખલ
પંજાબ નેશનલ બેંકનાં 13500 કરોડ રૂપિયાનો લોન ગોટાળા મુદ્દે આરોપી નીરવ મોદીને 19 માર્ચના રોજ લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. પીએનબી ગોટાળા કેસમાં ઇડીએ 26 ફેબ્રુઆરીએ તેની સંપત્તી જપ્ત કરી હતી. આરોપી નીરવ ગોટાળાથી પીએનબીએ લેટર્સ ઓફ અંડરટેકિંગ (LOU) અને ફોરેન લેટર્સ ઓફ ક્રેડિટ (FLC) દ્વારા હજારો કરોડો રૂપિયા પ્રાપ્ત કર્યા હતા. જામીન અરજી રદ્દ થયા બાદ 29 માર્ચ સુધી તે પોલીસ કસ્ટડીમાં મોકલી અપાયો હતો.