શ્રીનગર : નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લા (Omar abdullah) એ જમ્મુ કાશ્મીરનાં રાજ્યપાલ સત્યપાલ મલિક (Satyapal malik) સાથે મુલાકાત બાદ શનિવારે કહ્યું કે, રાજ્યની સ્થિતી મુદ્દે તેમને કોઇ પણ સ્પષ્ટ જવાબ નથી મળ્યો. ઉમરે કહ્યું કે, જ્યારે તેમણે રાજ્યપાલ સાથે અમરનાથ યાત્રા વચ્ચે અટકાવી હોવા અંગે રાજ્યપાલને પુછ્યું તો તેમણે સુરક્ષાનો હવાલો ટાંક્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી ઉમરે આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ એવા અનેક સંકેત આપ્યા કે જમ્મુ કાશ્મીરની સ્થિતી બગડી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતના મુસલમાનોની સંસ્કૃતિ, ધરોહર અને વારસો એક જ છે: મનમોહન વૈદ્ય
ઓમરે કહ્યું કે, જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા આર્ટિકલ 35 એને જાળવી રાખવા માટે દરેક શક્ય પ્રયાસો કરશે. સાથે જ ઉમરે માંગ્યું કે વડાપ્રધાન મોદીએ સોમવારે સંસદમાં જમ્મુ કાશ્મીરનાં હાલની સ્થિતી અંગે જવાબ આપવો જોઇએ. જમ્મુ કાશ્મીરે સુરક્ષા દળોની સંખ્યા વધારવાનાં સવાલ અંગે ઉમરે જણાવ્યું કે, રાજ્યપાલ સત્યપાલ મલિક (Satyapal malik) એ આશ્વાસન આપ્યું છે કે આ બધુ જ રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓને ધ્યાને રાખીને કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, રાજ્યપાલે જમ્મુ કાશ્મીરની જનતાને જે વચન આપ્યા છે, તેમને તેના પર કાયમ રાખવી જોઇએ. 


વરસાદનાં કારણે બેહાલ થયું સમગ્ર મહારાષ્ટ્ર, નવી મુંબઇમાં ચાર વિદ્યાર્થીનીઓ તણાઇ
દિલ્હી: ભાજપના સાંસદો માટે સંસદના લાઈબ્રેરી ભવનમાં ટ્રેનિંગ પ્રોગ્રામ 'અભ્યાસ વર્ગ'નું આયોજન 
ઉમરે કહ્યું કે, અમરનાથ યાત્રા મુદ્દે આવેલા ઓર્ડર બાદ અને તણાવ પેદા થયો છે જે અસર બાકીનાં લોકો પર પડી છે. તેને જોતા હું અને મારા સાથી ગવર્નર સાહેબને મળ્યા, કે શું થઇ રહ્યું છે કારણ કે અમને આ અંગે કોઇ જ માહિતી નથી મળી રહી. સંસદમાં અમે સાંભળવા માંગીએ છીએ કે અહીંના લોકોને ગભરાવાની જરૂર નથી. અમારી લોકોને ભલામણ છે કે શાંતિ જાળવી રાખે.


J&K: મોટો ફિદાયીન હુમલો કરવાની ફિરાકમાં PAK આતંકીઓ, સેના પર કરી શકે BAT હુમલો
ઉમરે કહ્યું કે, નેશનલ કોન્ફરન્સ પોતાનાં પ્રયાસોમાં ઘટાડો નહી રાખે. 35 એના મુદ્દે અમે કોર્ટમાં પોતાની તૈયારીઓ કરી લીધી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અહીં ચૂંટણી ઇચ્છે છે અને કોઇ ખરાબી નથી ઇચ્છતા. વાતાવરણમાં હું અને અમારી મીટિંગના 24 કલાક બાદ આ ઓર્ડર ઇશ્યું થયો, ત્યારે અમે કહ્યું કે, અમે સંસદમાં સાંભળવા ઇચ્છીએ છીએ કે શું ઇરાદો છે.


છત્તીસગઢ: અથડામણમાં 7 નક્સલીઓનો ખાતમો, AK-47 સહિત અનેક હથિયારો મળી આવ્યાં
રાજ્યપાલ સાથે મહેબુબા પણ કરી ચુકી છે મુલાકાત
આ અગાઉ શુક્રવારે પીડીપી પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ રાજ્યપાલ સત્યપાલ મલિક (Satyapal malik) સાથે મુલાકાત કરી હતી. તેમણે રાજ્યપાલને કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં સ્થિતી બગડી રહી છે. જે અંગે રાજ્યપાલે તેમને સ્પષ્ટ અંદાજમાં કહ્યું કે તેઓ ભ્રમ ન ફેલાવે. અમરનાથ યાત્રા સુરક્ષા કારણોથી અટકાવાયા છે. સાથે જ તેમણે મહેબુબાને સલાહ આપી હતી કે તેઓ પોતાની પાર્ટીનાં નેતાઓને કહે કે તેઓ રાજ્યની જનતા વચ્ચે અફવા ફેલાઓ.