નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા નવા કોરોના (Corona)  વેરિએન્ટે સમગ્ર દુનિયામાં હડકંપ મચાવ્યો છે. આ બધા વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) એ રાહતના સમાચાર આપ્યા. તેમણે આજે રાજ્યસભામાં કહ્યું કે ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાનો નવા ઓમિક્રોન (Omicron) વેરિએન્ટનો એક પણ કેસ નોંધાયો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટનો એક પણ કેસ નહીં
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ આજે રાજ્યસભામાં કહ્યું કે ભારતમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના ઓમિક્રોન વેરિએન્ટનો કોઈ કેસ નોંધાયો નથી. અત્રે જણાવવાનું કે આંધ્ર પ્રદેશના ભાજપના ટીજી વેંકટેશનો સવાલ હતો કે નવા વેરિએન્ટ ઓમિક્રોન અંગે સરકાર શું કરી રહી છે. જેના પર સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે ઓમિક્રોન વેરિએન્ટ અત્યાર સુધીમાં 14 દેશોમાં મળી આવ્યો છે. ભારતમાં હજુ તેનો કોઈ કેસ નથી આવ્યો. આ અંગે એક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. જીનોમિંગ સીક્વેન્સિંગ કરાઈ રહ્યું છે. તેનાથી બચાવને લઈને નિયમોનું પાલન થઈ રહ્યું છે. તે અંગે તમામ તૈયારીઓ થઈ રહી છે. આપણી પાસે સંસાધનોની કમી નથી આથી આપણે કોઈ પણ સ્થિતિને પહોંચી વળી શકીએ છીએ. કેન્દ્ર સરકાર તરફથી કોવિડને પહોંચી વળવા માટે દરેક શક્ય પ્રયત્ન કરાઈ રહ્યા છે. 


Parliament Session Live: રાજ્યસભામાં 12 વિપક્ષી સાંસદનું સસ્પેન્શન પાછું નહીં ખેંચાય


આ બાજુ ભાજપના સાંસદ રૂપા ગાંગુલીએ કહ્યું કે કોવિડ એપ અને આરોગ્ય સેતુની જેમ ટીબી માટે પણ એક એપ શરૂ કરવી જોઈએ. જેથી કરીને લોકોને ટીબી સંલગ્ન માહિતી ઉપલબ્ધ થાય. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube