Parliament Session: નાણામંત્રીનું મહત્વનું નિવેદન, કહ્યું- સરકાર ક્રિપ્ટોકરન્સી પર જલદી લાવશે બિલ

સંસદનું શિયાળુ સત્ર ગઈ કાલ 29મી નવેમ્બરથી શરૂ થઈ ગયું. આ સત્રની કાર્યવાહી દરમિાયન 12 સાંસદનો રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ સાંસદો પર ચોમાસુ સત્રમાં હંગામો કરવા બદલ આ કાર્યવાહી થઈ. પરંતુ હવે એવું મનાઈ રહ્યું છે કે સાંસદોનું આ સસ્પેન્શન પાછું ખેંચાઈ શકે છે.

Parliament Session: નાણામંત્રીનું મહત્વનું નિવેદન, કહ્યું- સરકાર ક્રિપ્ટોકરન્સી પર જલદી લાવશે બિલ

નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર ગઈ કાલ 29મી નવેમ્બરથી શરૂ થઈ ગયું. આ સત્રની કાર્યવાહી દરમિાયન 12 સાંસદનો રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ સાંસદો પર ચોમાસુ સત્રમાં હંગામો કરવા બદલ આ કાર્યવાહી થઈ. પરંતુ હવે એવું મનાઈ રહ્યું છે કે સાંસદોનું આ સસ્પેન્શન પાછું ખેંચાઈ શકે છે. જો કે તે માટે સસ્પેન્ડેડ સાંસદોએ પોતાની ગેરવર્તણૂક માટે માફી માંગવી પડશે. શિયાળુ સત્રનો આજે બીજો દિવસ છે. બંને ગૃહોની કાર્યવાહી સવારે 11 વાગે શરૂ થઈ.

રાજ્યસભા આવતી કાલ સુધી સ્થગિત
સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે અમે બધા સાથે કામ કરવા માંગીએ છીએ. વિપક્ષનું હોવું પણ જરૂરી છે. હું નિવેદન કરવા માંગુ છું કે વિપક્ષે એક દિવસ માટે બાયકોટ કર્યો છે તો બંધ સુરક્ષા જેવું મહત્વનું બિલ એક દિવસ બાદ જ રજુ કરવામાં આવે. જ્યારે સદનમાં વિપક્ષની પણ હાજરી હોય. તેના પર સર્વસંમતિથી નિર્ણય લેતા રાજ્યસભા આવતી કાલ માટે સ્થગિત કરવામાં આવી છે. રાજ્યસભામાં આવતી કાલે બંધ સુરક્ષા બિલ રજુ કરવામાં આવશે. આ બાજુ લોકસભા 3 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. 

— ANI (@ANI) November 30, 2021

લોકસભા સ્પીકર સાથે ઓમ બિરલાની બેઠક
લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે વિપક્ષી દળોના નેતાઓની બેઠક ચાલુ છે. સ્પીકર કેન્દ્ર સરકાર અને વિપક્ષી દળો વચ્ચે ગતિરોધ તોડવાની કોશિશ કરી રહ્યા છે. 

ક્રિપ્ટોકરન્સી પર જલદી બિલ લાવવામાં આવશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામાં કહ્યું કે ક્રિપ્ટોકરન્સી પર જલદી બિલ લાવવામાં આવશે. તેના પર વિચાર વિમર્શ થઈ રહ્યો છે. ક્રિપ્ટોકરન્સીના ઉપયોગને રેગ્યુલેટ કરાશે. ક્રિપ્ટોકરન્સીના ઉપયોગને લઈને અવેરનેસ અને અલર્ટ અંગે સરકાર દ્વારા પહેલા જ દિશા નિર્દેશ અપાયા છે. જેથી કરીને યુવા તે સંલગ્ન રિસ્કને લઈને સાવધ થઈ જાય. 

— ANI (@ANI) November 30, 2021

સભાપતિએ કહ્યું- સસ્પેન્શન પાછું નહીં  ખેંચાય
રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ કહ્યું કે સાંસદોનું સસ્પેન્શન પાછું નહીં ખેંચાય. તેમણે કહ્યું કે સાંસદ પોતાના પર પશ્ચાતાપ કરવાની જગ્યાએ તેને ન્યાયોચિત ઠેરવવા પર તુલ્યા છે. આવામાં તેમનું સસ્પેન્શન પાછું ખેંચવાનો સવાલ જ નથી ઉઠતો. અત્રે જણાવવાનું કે આજે બીજા દિવસે કાર્યવાહી શરૂ  થતા જ ખડગેએ કહ્યું કે નિયમોનો  હવાલો આપીને સાંસદોના સંસ્પેશનનો કોઈ આધાર નથી આથી આ નિર્ણય પાછો ખેંચાવવો જોઈએ. ખડગેએ તમામ 12 વિપક્ષી સાંસદોને સદનની કાર્યવાહીમાં ભાગ લેવા માટે મંજૂરી માંગી હતી. ત્યારબાદ સભાપતિએ કહ્યુંકે સસ્પેન્શનની કાર્યવાહી તેમની નહતી, પરંતુ ગૃહની હતી. 

— ANI (@ANI) November 30, 2021

સભાપતિએ કહ્યું કે રાજ્યસભા નિરંતર ચાલતું ગૃહ છે. તેનો કાર્યકાળ ક્યારેય ખતમ થતો નથી. રાજ્યસભાના સભાપતિને સંસદીય કાનૂનની કલમ 256, 259, 266 સહિત અન્ય કલમો હેઠળ અધિકાર મળ્યા છે કે તે કાર્યવાહી કરી શકે છે અને ગૃહ પણ કાર્યવાહી કરી શકે છે. ગઈ કાલની કાર્યવાહી સભાપતિની નહીં પરંતુ ગૃહની હતી. ગૃહમાં આ અંગે પ્રસ્તાવ લાવવામાં આવ્યો જેના આધારે કાર્યવાહી કરાઈ છે. 

— ANI (@ANI) November 30, 2021

નાયડું બોલ્યા- મને પાઠ ભણાવો છો
10 ઓગસ્ટના રોજ આ સભ્યોએ સદનની મર્યાદા ભંગ કરી. સભાપતિએ કહ્યું કે તમે સદનને ગુમરાહ કરવાની કોશિશ કરી. તમે અફરાતફરી મચાવી તમે સદનમાં હોબાળો મચાવ્યો. આસન પર કાગળો ફેંક્યા, કેટલાક તો ટેબલ પર ચડી ગયા અને મને જ પાઠ ભણાવો છો. આ યોગ્ય રીત નથી. પ્રસ્તાવ પાસ થઈ ગયો છે, કાર્યવાહી થઈ ચૂકી છે અને આ અંતિમ નિર્ણય છે. તેમણે કહ્યું કે સાંસદ પોતાના અમર્યાદિત વ્યવહાર પર પશ્ચાતાપ કરવાની જગ્યાએ તેને યોગ્ય ઠેરવી રહ્યા છે. આથી મને નથી લાગતું કે વિપક્ષની માગણી પર વિચા કરવો જોઈએ. સભાપતિએ કહ્યું કે સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવાનો કોઈ સવાલ જ નથી ઉઠતો. 

આ સાંસદો થયા છે સસ્પેન્ડ
ફુલોદેવી નેતામ, છાયા વર્મા, આર બોરા, રાજમણિ પટેલ, સૈયદ નાસિર હુસૈન, અને અખિલેશ પ્રતાપ સિંહ (કોંગ્રેસ), પ્રિયંકા ચતુર્વેદી અને અનિલ દેસાઈ (શિવસેના), શાંતા છેત્રી અને ડોલા સેન (ટીએમસી), એલમરમ કરીમ (સીપીએમ), અને વિનય વિશ્વમ (સીપીઆઈ). 

રાજ્યસભામાં પણ હંગામો
રાજ્યસભામાં પણ વિપક્ષી સાંસદ કેન્દ્ર સરકારનો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ 12 સાંસદોના સસ્પેન્શનનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે માફી માંગવાનો સવાલ જ નથી ઉઠતો. 

લોકસભા સ્થગિત
લોકસભાની કાર્યવાહી શરૂ થવાની સાથે જ હંગામો થવા લાગ્યો. વિપક્ષી સાંસદોએ નારેબાજી કરી અને ત્યારબાદ લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ છે. 

— ANI (@ANI) November 30, 2021

વિપક્ષની બેઠક પૂરી
રાજ્યસભાના 12 સાંસદોના સસ્પેન્શન પર વિપક્ષી દળોની બેઠક પૂરી થઈ ગઈ છે. બેઠકમાં નિર્ણય લેવાયો કે આજે ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર કરાશે અને રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુને મળીને ફરિયાદ કરાશે. વિપક્ષની 16 પાર્ટીઓએ આ નિર્ણય લીધો છે. 

માફી માંગવાનો સવાલ જ નથી- ખડગે
વિપક્ષની બેઠક પહેલા કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે માફી માંગવાનો સવાલ જ નથી. સરકારે વિપક્ષનો અવાજ દબાવવાનું કામ કર્યું છે. શિયાળુ સત્રમાં થયેલા હંગામાને હવે મુદ્દો બનાવી રહ્યા છે. 

વાત જાણે એમ છે કે 11 ઓગસ્ટના રોજ ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યસભામાં હંગામો થયો. જેને લઈને 12 સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા. એટલે કે આ સાંસદો સંદનની કાર્યવાહીમાં સામેલ થઈ શકશે નહીં. જે સાંસદોને સસ્પેન્ડ કરાયા છે તેમાં કોંગ્રેસના 6, તૃણમૂલ કોંગ્રેસના 2 અને શિવસેનાના 2 તથા સીપીએમ અને સીપીઆઈના એક એક સાંસદ સામેલ છે. 

પાછું ખેંચાઈ શકે છે સસ્પેન્શન
સૂત્રોના જણાવ્યાં મુજબ હાલના સત્રથી સસ્પેન્ડ કરાયેલા રાજ્યસભાના 12 સાંસદો આજે રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુ સાથે મુલાકાત કરી શકે છે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે સસ્પેન્ડેડ સાંસદ જો પોતાના વર્તન માટે માફી માંગે તો સસ્પેન્શન પાછું ખેંચાઈ શકે છે. જો કે વિપક્ષે તેને સરકારની તાનાશાહી અને ગળું ઘોંટનારું પગલું જણાવ્યું છે. આ મુદ્દે આજે કોંગ્રેસે વિપક્ષની  બેઠક બોલાવી છે. જેમાં 15 પક્ષો સામેલ થઈ શકે છે. જો કે ટીએમસીએ પોતાને અલગ કર્યું છે. ટીએમસીએ અલગથી બેઠક બોલાવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news