Farmers Protest: હવે આ રાજ્યમાં ભાજપ માટે મુશ્કેલી ઊભી થઈ, સરકાર વિરુદ્ધ લાવવામાં આવશે અવિશ્વાસનો પ્રસ્તાવ
ઉત્તરાખંડમાં રાજકીય સંકટ બાદ હવે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી (BJP) માટે મુશ્કેલી ઊભી થઈ છે. કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલન (Farm Laws) ના કારણે હવે હરિયાણા સરકાર પર સંકટના વાદળો છવાયા છે. કોંગ્રેસ વિધાનસભામાં ભાજપ-જેજેપી (BJP-JJP) ગઠબંધન સરકાર વિરુદ્ધ બુધવારે (10 માર્ચ) અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે. જેને જોતા પક્ષ અને વિપક્ષ બંનેએ પોત પોતાના સભ્યોને સદનમાં અનિવાર્ય રીતે હાજર રહેવા માટે વ્હિપ બહાર પાડ્યું છે.
ચંડીગઢ: ઉત્તરાખંડમાં રાજકીય સંકટ બાદ હવે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી (BJP) માટે મુશ્કેલી ઊભી થઈ છે. કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલન (Farm Laws) ના કારણે હવે હરિયાણા સરકાર પર સંકટના વાદળો છવાયા છે. કોંગ્રેસ વિધાનસભામાં ભાજપ-જેજેપી (BJP-JJP) ગઠબંધન સરકાર વિરુદ્ધ બુધવારે (10 માર્ચ) અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે. જેને જોતા પક્ષ અને વિપક્ષ બંનેએ પોત પોતાના સભ્યોને સદનમાં અનિવાર્ય રીતે હાજર રહેવા માટે વ્હિપ બહાર પાડ્યું છે.
JJP ધારાસભ્યે ગઠબંધન તોડવાની કરી માગણી
આ બધા વચ્ચે જેજેપી ધારાસભ્ય ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલા પર ગઠબંધન તોડવા માટે દબાણ સર્જી રહ્યા છે. વિધાયક દેવેન્દ્રસિંહ બબલીએ કહ્યું કે તેમની પાર્ટીએ હવે ગઠબંધન તોડી નાખવું જોઈએ. જનતાને અમારા પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. ગામડાઓમાં અમને ઘૂસવા દેવામાં આવતા નથી. તેમણે વધુમાં કહ્યું કે 'જો એકલા મારા મતથી સરકાર પડી જાય, તો હું તેને આજે જ કરીશ. શું સંદેશ જશે? સમગ્ર પાર્ટીએ એક સ્ટેન્ડ લેવું જોઈએ. આપણે લોકોની વચ્ચે જીને પોતાને બચાવવા માટે કવચ રાખવાની જરૂર છે. અથવા તો સરકારે આગામી 15 દિવસમાં ખેડૂતોના મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ કે પછી આપણે સમર્થન પાછું ખેંચવું જોઈએ.' અત્રે જણાવવાનું કે જેજેપીએ પણ પોતાના ધારાસભ્યોને વ્હિપ બહાર પાડ્યું છે.
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે હરિયાણા સરકારે લોકોનો વિશ્વાસ ગુમાવી દીધો છે. તેમનું સમર્થન કરનારા વિધાયક અને અપક્ષ ઉમેદવારો પણ પાછા હટી ગયા છે. અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવશે અને મતદાન કરાશે. અનેક ચહેરા બેનકાબ થશે. લોકોનો અવાજ ઉઠાવવો વિપક્ષનું કામ છે.
ભાજપે બહાર પાડ્યું વ્હિપ
હરિયાણા સરકારના મંત્રી અને ભાજપના મુખ્ય સચેતક કંવર પાલે કહ્યું કે હરિયાણા વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ભારતીય જનતા વિધાયક દળના તમામ સભ્યોને 10 માર્ચના રોજ સદનમાં સતત હાજર રહેવા માટે અપીલ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે નેતૃત્વની મંજૂરી વગર તેઓ સદનની બહાર ન જાય. આ દરમિયાન અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે. સભ્યોને અપીલ છે કે તેઓ મતવિભાજન અને મતદાનના સમયે હાજર રહે.
Jyotiraditya Scindia એ રાહુલ ગાંધીના 'દુ:ખ' પર આપ્યો જવાબ, જાણો શું કહ્યું?
BJP માં જોડાતાની સાથે જ મિથુન ચક્રવર્તીએ ઉચ્ચારેલો એક શબ્દ ચર્ચાના ચગડોળે ચઢ્યો
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube