સંસદમાં ચોમાસુ સત્રના પહેલા દિવસથી વિપક્ષનો હંગામો જોવા મળી રહ્યો છે. વાત જાણે એમ છે કે મણિપુરમાં 3જી મેના રોજથી  ચાલી રહેલી હિંસા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જવાબદારી નક્કી કરવા અને આ હિંસા પર ચર્ચા કરવાની વિપક્ષ માંગણી કરી રહ્યો છે. જો કે ગૃહમંત્રી અમિત શાહ અને રાજનાથ સિંહ સહિત અનેક નેતા વારંવાર સદનમાં આ મુદ્દે ખુલીને ચર્ચા કરવાની વાત કરી રહ્યા છે. પરંતુ વિપક્ષ તે માટે તૈયાર નથી. તે ઈચ્છે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદમાં આ મુદ્દે જવાબ આપે. આ જ કારણ છે કે વિપક્ષી ગઠબંધન INDIA તરફથી કોંગ્રેસે બુધવારે સંસદમાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવની નોટિસ આપી છે. આ સાથે જ કોંગ્રેસે કહ્યું કે સરકાર પરથી લોકોનો ભરોસો તૂટી રહ્યો છે. અમે ઈચ્છીએ છીએ કે પીએમ મોદી મણિપુર હિંસા પર કઈક બોલે પરંતુ તેઓ વાત સાંભળતા જ નથી. પીએમ મોદી સદનની બહાર તો વાત કરે છે પરંતુ સદનમાં કશું બોલતા નથી. આવો જાણીએ કે આંકડા ન હોવા છતાં કોંગ્રેસ આ અવિશ્વાસનો પ્રસ્તાવ કેમ લાવી રહી છે. તેના આ પગલાં પાછળ કયો ગેમ પ્લાન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું આ અવિશ્વાસનો પ્રસ્તાવ ટકી શકશે? શું છે એના નિયમ
જો લોકસભામાં કોઈ વિપક્ષી દળને એવું લાગે કે સરકાર પાસે બહુમત નથી કે સરકાર સદનમાં વિશ્વાસ ગુમાવી ચૂકી છે તો આ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી શકાય છે. બંધારણની કલમ 75 મુજબ કેન્દ્રીય મંત્રી પરિષદ લોકસભા પ્રત્યે જવાબદાર છે. જો સદનમાં બહુમત  ન હોય તો પીએમ સહિત સમગ્ર મંત્રી પરિષદે રાજીનામું આપવાનું રહે છે. 


કોઈ સભ્ય લોકસભાની પ્રક્રિયા તથા કાર્ય સંચાલન નિયમાવલીના નિયમ 198(1)થી 198(5) હેઠળ લોકસભા અધ્યક્ષને સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી શકે છે. આ માટે તેણે સવારે 10 વાગ્યા પહેલા પ્રસ્તાવની લેખિત સૂચના આપવાની રહે છે. આ સાથે જ એ સુનિશ્ચિત કરવાનું હોય છે કે તે પ્રસ્તાવને ઓછામાં ઓછા 50 સાંસદોએ સ્વિકૃતિ આપી હોય. ત્યારબાદ જો લોકસભા સ્પીકર અવિશ્વાસના પ્રસ્તાવને મંજૂરી આપે તો પ્રસ્તાવ રજૂ કરવાના 10 દિવસની અંદર તેના પર ચર્ચા જરૂરી છે. 


આમ તો લોકસભામાં મોદી સરકાર બહુમતમાં છે. ભાજપની પાસે 301 સાંસદ છે જ્યારે એનડીએ પાસે 333 સાંસદ છે. બીજી બાજુ વિપક્ષની પાસે કુલ 142 સાંસદ છે. કોંગ્રેસ પાસે સૌથી વધુ 50 સાંસદ છે. આવામાં સ્પષ્ટ છે કે વિપક્ષનો અવિશ્વાસનો પ્રસ્તાવ ફેલ થઈ જશે. 


પીએમ મોદીને નિવેદન આપવા માટે મજબૂર કરવા
વિપક્ષને એવું લાગે છે કે પીએમ નરેન્દ્ર મોદી મહત્વના મુદ્દાઓ પર ચૂપ્પી સાધી લે છે. આ પહેલા પણ તેઓ અનેક એવા મુદ્દાઓ જેમ કે રાહુલની સદસ્યતા, મહિલા પહેલવાનોનો મુદ્દો, અદાણી-હિંડનબર્ગ જેવા મામલે ચૂપ્પી સાંધી ચૂક્યા છે. વિપક્ષની અનેક માંગણીઓ છતાં તેઓ મૌન રહ્યા છે. આવામાં તેઓ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવીને પીએમ મોદીને બોલવા માટે મજબૂર કરવા ઇચ્છે છે અને એવો મુદ્દો ફેલાવવાની કોશિશ કરશે કે ગંભીર મુદ્દાઓ પર જવાબ આપવાથી બચી રહેલા પીએમ મોદીને વિપક્ષની એક્તાએ બોલવા માટે મજબૂર કર્યા. 


મણિપુર મુદ્દા પર માહોલ બનાવવો
મણિપુરમાં છેલ્લા 84 દિવસથી માહોલ તંગ છે. વાત જાણે એમ છે કે 3જી મેથી મૈતેઈ સમુદાય (ઘાટીના બહુમતીવાળો સમુદાય) અને કુકી જનજાતિ (પહાડી બહુમતી સમુદાય) વચ્ચે લોહીયાળ જંગ ખેલાઈ રહ્યો છે. મૈતેઈ સમુદાય પોતાના માટે એસટી દરજ્જાની માંગણી કરી રહ્યો છે જ્યારે કુકી સમાજ તેનો વિરોધ કરી રહ્યો છે. હિંસામાં અત્યાર સુધીમાં 130 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. 400થી વધુ લોકો ઘાયલ થયા છે. તાજેતરમાં બે કુકી મહિલાઓને નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવવા, અને એક મહિલાના ગેંગરેપનો મામલો સામે આવ્યો હ ો. ત્યારબાદથી ત્યાં માહોલ ઉગ્ર બન્યો છે. 


ભારતીય સેનાએ જ્યારે જીત્યું હતું દુનિયાનું સૌથી કપરું યુદ્ધ, 'ઓપરેશન બદ્ર'ને પછાડ્યુ


ગુજરાતમાં 27 તારીખથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારોને મેઘરાજા બરાબર ઘમરોળશે 


મણિપુર મુદ્દે વિપક્ષનો નવો વ્યૂહ! મોદી સરકાર સામે લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ


પીએમ મોદીએ 19 જુલાઈ સુધી કોઈ નિવેદન આપ્યું નહતું. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળો એ વાતે નારાજ છે. તેઓ હિંસા અંગે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મણિપુરના સીએમ એન  બીરેન સિંહની જવાબદારી નક્કી કરવા માંગે છે. 20 જુલાઈના રોજ પીએમએ મહિલાઓને નિર્વસ્ત્ર ઘૂમાવવા મુદ્દે વીડિયો સામે આવ્યા બાદ નિવેદન આપ્યું હતું. પરંતુ તે દિવસથી શરૂ થયેલા સંસદના ચોમાસું સત્રમાં ઘટના પર વાત કરી નહીં. ભડકેલા વિપક્ષે સદનમાં મણિપુર પર ચર્ચા માટે પીએમ મોદી પાસે જવાબ માંગવા અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. વિપક્ષ સંસદમાં મણિપુરનો મુદ્દો ઉઠાવીને સરકારને ઘેરવાની કોશિશ કરશે. તેના દ્વારા એ દર્શાવવાની કોશિશ કરશે કે સરકાર મણિપુરના મુદ્દાને ઉકેલવામાં નિષ્ફળ રહી છે. સરકારની બેદરકારીને કારણે સ્થિતિ બગડતી ગઈ. સરકારની ઉદાસિનતાના કારણે મણિપુરના લોકો આવો દંશ ઝેલી રહ્યા છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવા માટે પણ દબાણ કરી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube