મણિપુર મુદ્દે વિપક્ષનો નવો વ્યૂહ! મોદી સરકાર સામે લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકાયો

મણિપુર મુદ્દે મોદી સરકારને ઘેરવા અને લાંબી ચર્ચા માટે વિપક્ષ નવો વ્યૂહ લાવ્યો છે. વિપક્ષ મોદી સરકાર વિરુદ્ધ લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ મૂક્યો છે. કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ એક લાઈનના અવિશ્વાસના પ્રસ્તાવની નોટિસ આપી છે.

મણિપુર મુદ્દે વિપક્ષનો નવો વ્યૂહ! મોદી સરકાર સામે લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકાયો

મણિપુર મુદ્દે મોદી સરકારને ઘેરવા અને લાંબી ચર્ચા માટે વિપક્ષ નવો વ્યૂહ લાવ્યો છે. વિપક્ષ મોદી સરકાર વિરુદ્ધ લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ મૂક્યો છે. કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ એક લાઈનના અવિશ્વાસના પ્રસ્તાવની નોટિસ આપી છે. આ ઉપરાંત બીઆરએસ સાંસદ નામા નાગેશ્વર રાવે પણ સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ દાખલ કર્યો. 

મળતી માહિતી મુજબ વિપક્ષે નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવની નોટિસ સ્પીકરને સોંપી છે. કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ એક લાઈનના અવિશ્વાસનો પ્રસ્તાવ નોટિસ સ્પીકરને સોંપ્યો. કોંગ્રેસનો આરોપ છે કે સરકાર પરથી લોકોનો ભરોસો ઉઠી રહ્યો છે. 

— ANI_HindiNews (@AHindinews) July 26, 2023

અત્રે જણાવવાનું કે સંસદના ચોમાસું સત્રનો આજ પાંચમો દિવસ છે. લોકસભામાં કોંગ્રેસના વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે અમે નો કોન્ફિડન્સ લાવી રહ્યા છીએ. લોકસભામાં કોંગ્રેસના વ્હિપ મનિકમ ટાગોરે કહ્યું કે અમે પીએમ મોદીના અહંકારને તોડવા માંગતા હતા. તેઓ સંસદમાં આવીને મણિપુર પર નિવેદન આપતા નથી. અમને લાગે છે કે આ છેલ્લા હથિયારનો ઉપયોગ કરવો એ અમારું કર્તવ્ય છે. 

કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ લોકસભા મહાસચિવની ઓફિસમાં જઈને અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે. આ સાથે જ કોંગ્રેસે પોતાના સાંસદોને લોકસભામાં હાજર રહેવાનું વ્હિપ પણ જાહેર કર્યું છે. 

— ANI_HindiNews (@AHindinews) July 26, 2023

કેમ ઈચ્છે છે અવિશ્વાસનો પ્રસ્તાવ
વિપક્ષ જાણે છે કે સરકાર સદનમાં સરળતાથી બહુમત સાબિત કરશે પરંતુ અવિશ્વાસના પ્રસ્તાવનો નોટિસનો સ્વીકાર થશે તો પ્રધાનમંત્રીનું ભાષણ પણ થશે. જેનાથી તમામ પાર્ટીઓને ચર્ચાની તક મળશે. આ સદનમાં સરકારને ઘેરવાનો એક વ્યૂહ છે. જો  આંકડાની વાત કરીએ તો હાલ લોકસભામાં એનડીએના 335 સાંસદ છે. મોદી સરકાર વિરુદ્ધ પહેલો અવિશ્વાસનો પ્રસ્તાવ 20 જુલાઈ 2018ના રોજ આવ્યો હતો. ત્યારે સરકારને 325 અને વિપક્ષને 126 મત મળ્યા હતા. 

પ્રસ્તાવ પાસ
વિપક્ષના આ પ્રસ્તાવને મંજૂર કરી લેવાય છે. સ્પીકરે કહ્યું કે તેના પર બધાની સાથે વાત કરીને સમય નક્કી કરીશું. 

પ્રસ્તાવની પ્રક્રિયા
- અવિશ્વાસનો પ્રસ્તાવ ફક્ત લોકસભામાં લાવી શકાય છે. 
- કોઈ પણ સાંસદ સરકાર વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવની નોટિસ આપી શકે છે. 
- અવિશ્વાસના પ્રસ્તાવ માટે ઓછામાં ઓછા 50 સાંસદોનું સમર્થન જરૂરી
- અવિશ્વાસના પ્રસ્તાવની નોટિસ પર સ્પીકર ચર્ચા માટે દિવસ નક્કી કરે છે. 
- સ્પીકરે 10 દિવસની અંદર દિવસ નક્કી કરવો જરૂરી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news