નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલય દ્વારા દેશના અનેક ટોચના નેતાઓને આપવામાં આવતી સરકારી સુરક્ષાની સમીક્ષા કર્યા બાદ તેમાં કાપ મુકવાનો કે પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર આરજેડીના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ, ભાજપના સાંસદ સતીશ ચંદ્ર મિશ્રા, યુપી ભાજપના નેતા સંગીત સોમ, ભાજપના સાંસદ રાજીવ પ્રતાપ રૂડીની સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઉપરાંત કેન્દ્ર સરકારે યુપી સરકારના મંત્રી સુરેશ રાણા, એલજેપી સાંસદ ચિરાગ પાસવાન, પૂર્વ સાંસદ પપ્પુ યાદવની સુરક્ષામાં પણ કાપ મુકવાની જાહેરાત કરી છે. આ જાહેરાત સમાચાર એજન્સી IANSમાં આવેલા ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવની ઝેડ પ્લસ સુરક્ષા પાછી ખેંચી લેવાના કેન્દ્ર સરકારના આદેશના એક કલાક પછી આવી છે. 


J&K: અનંતનાગ હાઇવે પર મળી શંકાસ્પદ વસ્તુ, સેનાએ રોકી અમરનાથ યાત્રા


ગૃહ મંત્રાલય દ્વારા કેન્દ્રીય અને રાજ્યની ગુપ્તચર એજન્સીઓ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટના આધારે આ નેતાઓની સુરક્ષા પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. આ અગાઉ પણ કેટલાક VIP નેતાઓની સુરક્ષા પાછી ખેંચી લેવાઈ હતી કે પછી તેમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ચિરાગ પાસવાનને આપવામાં આવેલું સીઆરપીએફનું સુરક્ષા કવચ પાછું ખેંચવાની સાથે જ તેની સુરક્ષા કેટેગરીને ઘટાડીને 'Y' કરવામાં આવી છે. 


કયા-કયા નેતાઓની સુરક્ષામાં મુકાયો કાપ 
લાલુ પ્રસાદ યાદવ, રાજીવ પ્રતાપ રૂડી, સતીશ ચંદ્ર મિશ્રા, સંગીત સોમ, સુરેશ રાણા, ચિરાગ પાસવાન.


જૂઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....