2019ના ક્લોઝર રિપોર્ટથી થયો મોટો ખુલાસો, ખાસ જાણો વિગતો
રિપબ્લિક ટીવી (Republic TV) ના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામી (Arnab Goswami) ની બે વર્ષ જૂના ઈન્ટીરિયર ડિઝાઈનર અન્વય નાઈક અને તેમના માતાની આત્મહત્યા કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ બધા વચ્ચે કેસનો વર્ષ 2019ની ક્લોઝર રિપોર્ટ સામે આવ્યો છે. જે પોલીસની હાલની કાર્યવાહી પર સવાલ ઊભા કરે છે.
મુંબઈ: રિપબ્લિક ટીવી (Republic TV) ના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામી (Arnab Goswami) ની બે વર્ષ જૂના ઈન્ટીરિયર ડિઝાઈનર અન્વય નાઈક અને તેમના માતાની આત્મહત્યા કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ બધા વચ્ચે કેસનો વર્ષ 2019ની ક્લોઝર રિપોર્ટ સામે આવ્યો છે. જે પોલીસની હાલની કાર્યવાહી પર સવાલ ઊભા કરે છે.
આ એક આદતના કારણે ભારતીયોથી દૂર ભાગી રહ્યો છે જીવલેણ કોરોના!, અત્યંત ચોંકાવનારો ખુલાસો
6-7 વર્ષથી નાણકીય સંકટ સામે ઝઝૂમી રહ્યા હતા અન્વય નાઈક
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ઈન્સ્પેક્ટર સુરેશ વરડે દ્વારા પ્રસ્તુત તપાસ રિપોર્ટમાં કહેવાયું છે કે આ કેસમાં અર્નબ ગોસ્વામીની સાથે ધરપકડ કરાયેલા અન્ય બે લોકો પાસેથી અન્વય નાયકે પૈસા લેવાના હતા. રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે આત્મહત્યા માટે ઉક્સાવવાના કોઈ પુરાવા નથી અને અન્વય નાઈકે પોતાનો જીવ આપી દીધો કારણ કે તેઓ છ કે સાત વર્ષથી નાણાકીય સંકટમાં હતા. રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે અન્વયે પહેલા પોતાની માતાનું ગળું દબાવી દીધુ અને ત્યારબાદ આત્મહત્યા કરી હતી.
સ્યૂસાઈડ નોટમાં શું લગાવ્યા આરોપ?
અન્વય નાઈકે પોતાની સ્યૂસાઈડ નોટમાં આરોપ લગાવ્યો હતો કે Icastx Technologies Private Limited ના અર્નબ ગોસ્વામી અને ફિરોઝ શેખ અને સ્માર્ટવર્કના નિતેશ શારદા પર તેમના 5.4 કરોડ રૂપિયા લેણા છે. જેના કારણે તેમણે આ પગલું ભરવા માટે મજબૂર થવું પડ્યું. સ્યૂસાઈડ નોટ સામે આવ્યા બાદ અલીબાગ પોલીસે ત્રણેય વિરુદ્ધ આત્મહત્યા માટે ઉક્સાવવાના આરોપમાં કેસ દાખલ કર્યો હતો.
Joe Biden રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીત્યાની સાથે જ ભારતીયો માટે આવ્યા સારા સમાચાર
કામ પૂરું ન થવાના કારણે બાકી હતી ચૂકવણી
ગત વર્ષ એપ્રિલમાં દાખલ થયેલા ક્લોઝર રિપોર્ટને આધાર બનાવીને પોલીસે મેજિસ્ટ્રેટ કોર્ટમાં 25 પાનાનો તપાસ રિપોર્ટ સોંપ્યો હતો. રિપોર્ટ મુજબ શેખ અને શારદા પર અન્વય(Anvay Naik) ના બાકી લેણા હતા. પરંતુ તમામ બાકી લેણા કોનકોર્ડ ડિઝાઈન્સ પ્રાઈવેટ દ્વારા કામને અધૂરું છોડવા કે ખરાબ ગુણવત્તાના કારણે હતું.
અન્વયના પરિવારે તપાસ અધિકારી પર લગાવ્યા આરોપ
અન્વય નાઈકના પરિવારે આરોપ લગાવ્યા કે ઈન્સ્પેક્ટર સુરેશ વરડેએ કેસને અવિશ્વસનીય બનાવવાની કોશિશ કરી અને ફરિયાદ પાછી ખેંચવા માટે તેમને એક નિવેદન પર હસ્તાક્ષર કરવા માટે ધમકાવ્યા. જેથી કરીને ગત વર્ષ જાન્યુઆરીમાં કેસ બંધ થઈ શકે. વરદેએ હાલ વિભાગીય તપાસનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી કરીને માહિતી મેળવી શકાય કે પીડિત પરિવારના દાવાની શું સચ્ચાઈ છે?
અર્નબ ગોસ્વામીએ મુંબઈમાં નોંધાવ્યું હતું નિવેદન
ક્લોઝર રિપોર્ટમાં કહેવાયું છે કે સુરેશ વરડેએ ગોસ્વામી, શેખ અને શારદાને સમન પાઠવ્યા હતા. શેખ અને શારદા અલીબાગ પોલીસ સામે હાજર થયા હતા જ્યારે અર્નબ ગોસ્વામીને મુંબઈમાં નિવેદન નોંધાવવાનું કહેવાયું હતું. નાઈક પરિવારે આરોપ લગાવ્યો છે કે ગોસ્વામીને મહત્વ આપીને મુંબઈના એક વરિષ્ઠ પોલીસ અધિકારીના કાર્યાલયમાં નિવેદન નોંધવામાં આવ્યું હતું. વરદેના રિપોર્ટમાં એ ઉલ્લેખ નથી કરાયો કે તેમનું નિવેદન ક્યાં નોંધવામાં આવ્યું હતું.
રિસર્ચથી ખુલાસો, કોરોના સામે ખુબ કારગર નીકળી આ રસી, બચાવી રહી છે અનેક લોકોના જીવ!
અર્નબ ગોસ્વામીએ આપવાના હતા 83 લાખ રૂપિયા
અન્વય નાઈકની સ્યૂસાઈડ નોટમાં આરોપ હતો કે અર્નબ ગોસ્વામી પર તેમના 83 લાખ રૂપિયા લેણા હતા. આ કેસમાં અર્નબ ગોસ્વામીએ પોલીસને આપેલા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે "નિર્ધારિત સમય પર કાર્યાલયના પરિસરનું કામ પૂરું થયું નહતું. આ સાથે જ ગુણવત્તા અસંતોષજનક હતી અને ન્યૂઝ રૂમમાં પાણી લીક થતું હતું. તેમણે કહ્યું હતું કે હું લેવડ દેવડ પર ઝીણવટભરી નજર રાખતો નહતો, મને લાગે છે કે 21 ઓક્ટોબર 2017ના રોજ અમે ચૂકવણી કરી હતી અને 85થી 90 ટકા ચૂકવણી કરી દેવાઈ હતી. બાકીનું પેમેન્ટ કામ પત્યા બાદ કરવાનું હતું."
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube