પંજાબમાં ગોશાળાઓને નહી મળે મફત વિજળી, સરકારે બંધ કરી યોજના
પંજાબ વિદ્યુત કોર્પોરેશન લિમિટેડે ગૌશાળાઓને મફત વિજળીનો પુરવઠ્ઠો અટકાવી દીધો છે, આ યોજનાની શરૂઆત પુર્વવર્તી અકાલી દળ- ભાજપ ગઠબંધન સરકારે કરી હતી
ચંડીગઢ : પંજાબમાં હવે ગાયનાં મુદ્દે રાજનીતિ ચાલુ થઇ ચુકી છે. કેપ્ટન અમરિંદર સિંહની સરકારે અહીની ગૌશાળાઓને મળી રહેલી મફત વિજળીના પુરવઠ્ઠાને અટકાવી દીધો છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા વિજય સામ્પલાએ પંજાબ સરકાર પર આરોપ લગાવ્યો કે તેણે ગૌશાળા માટે મફત વિજળી યોજના બંધ કરી દીધી છે. સામ્પલાએ કહ્યુંકે, પંજાબ સરકારે ગાય ઉપકર માધ્યમથી 50 કરોડ રૂપિયા એકઠા કર્યા છે, તેમ છતા પણ પંજાબ સરકાર ગૌશાળાઓને મફત વિજળી નથી આપી રહી અને પંજાબ વિદ્યુત કોર્પોરેશન લિમિટેડએ પુરવઠ્ઠો અટકાવી દીધો છે. આ યોજના શરૂઆતમાં પુર્વવર્તી અકાલી - ભાજપ ગઠબંધન સરકારે ચાલુ કરી હતી.
વિજય સામ્પલાએ કહ્યું કે, પીએસપીસીએલ 2017થી જ ગૌશાળાઓને વિજળીનું બિલ અત્યાર સુધી મોકલતી રહી છે, તે નિંદનીય છે. સામ્પલાએ પ્રદેશના વિજમંત્રી ગુરપ્રીત સિંહ કાંગરાની પુછપરછ કરી વિજળી બિલ અંગે ગાય પર પેટાકર વસુલવા છતા પ્રદેશમાં નોંધાયેલ 472 ગૌશાળાએને 5.32 કરોડ રૂપિયાનું બિલ શા માટે મોકલવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્યની નીતિ અનુસાર બિલ માફ કરવામાં આવવું જોઇએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગૌશાળાએને પહેલા સપ્લાઇ કરવામાં આવેલી મફત વિજળીનાં બિલ વસુલવા માટેનાં આદેશો અપાયા છે. પંજાબ રાજ્યવિજ નિગમ લિમિટેડની તરફથી સમગ્ર રાજ્યમાં લખાયેલા પત્ર અનુસાર પાવરકોમની તરફથી 28 માર્ચ, 2016નાં રોજ બહાર પડાયેલ કોમર્શિયલ સર્કુલર અનુસાર રસિસ્ટર્ડ ગૌશાળાઓને મફત વિજળી પ્રદાન કરવામાં આવનાર હતી પરંતુ તેના પર 8 મે, 2017થી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો કારણ કે સરકારની તરફથી આ મુદ્દે સબ્સિડીનું નોટિફિકેશન ઇશ્યું નથી કરવામાં આવ્યું અને ન તો બજેટમાં પણ તેની વ્યવસ્થા કરવામાં આવી હતી.