સાઉદી અરબના આગ્રહ પર કેન્દ્ર સરકારનો નિર્ણય, આ વર્ષે કોઇ ભારતીય હજ યાત્રા પર જઇ શકશે નહી
કોરોના (Corona) મહામારીના લીધે આ વખતે હજ (1441 H/ 2020 AD) માં ભારત જનાર હજ યાત્રીઓને ન મોકલવાની ભલામણ કરી હતી.
નવી દિલ્હી: સાઉદી અરબ (Saudi Arab)ના હજ અને ઉમરાહ મંત્રી હિજ એક્સેલેંસી ડો. મુહમ્મદ સાલેહ બિન તાહેર બેન્તેનને સોમવારે કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્ય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીને ફોન કર્યો. તેમણે કોરોના (Corona) મહામારીના લીધે આ વખતે હજ (1441 H/ 2020 AD) માં ભારત જનાર હજ યાત્રીઓને ન મોકલવાની ભલામણ કરી હતી. સાઉદી અરબની ભલામણ પર નકવીએ કહ્યું કે કોરોનાના ગંભીર પડકારથી આખી દુનિયા પ્રભાવિત છે, સાઉદી અરબમાં પણ તેની અસર જોવા મળી રહી છે.
એવામાં સાઉદી અરબ સરકારના નિર્ણયનું સન્માન કરતાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખી લોકોના સ્વાસ્થ્ય-સલામતીને પ્રાથમિકતા આપતાં, આ નિર્ણય કરવામાં આવ્યો છે કે હજ (1441 H/ 2020 AD) માટે ભારતીય મુસલમાન સાઉદી અરબ નહી જાય.
નકવીએ પણ કહ્યું કે અત્યાર સુધી હજ 2020 માટે 2 લાખ 13 હજાર અરજી મળી હતી. તમામ અરજીકર્તાઓને જમા કરાવવામાં આવેલા પૈસા, કોઇપણ કપાત વિના તાત્કાલિક પરત કરવાની પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવી છે. આ પૈસા ઓનલાઇન ડીબીટી દ્વારા અરજીકર્તાઓના ખાતામાં મોકલી આપવામાં આવશે.
2019માં લાખ ભારતીય મુસલમાન હજ યાત્રા પર ગયા હતા, જેમા6 50 ટકા મહિલાઓ સામેલ છે, આ ઉપરાંત મોદી સરકારના અંતર્ગત 2018માં શરૂ કરવામાં આવેલી મેહરમ મહિલાઓને હજ જવાની પ્રક્રિયા હેઠળ, અત્યાર સુધી મેહરમના હજ પર જનાર મહિલાઓની સંખ્યા 3040 થઇ ચૂકી છે.
આ વર્ષે પણ 2300થી વધુ મુસ્લિમ મહિલાઓને 'મેહરમ' (પુરૂષ સબંધી) હજ પર જવા માટે અરજી કરી હતી. આ મહિલાઓને હજ 2021માં આ અરજી પર આધાર પર હજ યાત્રા પર મોકલવામાં આવશે. સાથે જ આગામી વર્ષે પણ જે મહિલાઓ મેહરમ વિના નવા અરજી કરશે, તે તમામને પણ હજ યાત્રા પર મોકલવામાં આવશે.
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube