નવી દિલ્હી : સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે શનિવારે લદ્દાખનાં ડેમચોક વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર કોઇ પણ પ્રકારની ઘુસણખોરીની વાતને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું કે, આ મુદ્દે એક ફ્લેગ મીટિંગમાં ઉકેલી નાખવામાં આવી છે. એક કાર્યક્રમ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા જનરલ રાવતે કહ્યું કે, આ પ્રસંગે એક ફ્લેગ મીટિંગમાં ઉઠાવવામાં આવ્યું હતું અને બધુ જ ઉકેલી લેવામાં આવ્યું છે. તમારે આ મિથકને દુર કરવાની જરૂરિયાત છે કે ચીન દ્વારા કોઇ ઘુસણખોરી કરવામાં આવી છે, કારણ કે આ અમારી સુરક્ષા માટે હાનિકારક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ નેતાનો દાવો, કોંગ્રેસ-સીપીએમ-ટીએમસીના 107 ધારાસભ્યો જોડાવા તૈયાર
ચીને વ્યક્ત કર્યો વિરોધ
6 જુલાઇના રોજ તિબેટ આધ્યાત્મીક નેતા દલાઇ લામાના જન્મદિવસ સમારંભ પ્રસંગે ચીનની તરફથી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ચીની કર્મચારીઓએ તેને બેનર દેખાડતા કહ્યું હતું, તિબેટને વિભાજીત કરનારી તમામ ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવો. આ દરમિયાન બંન્ને તરફથી નારેબાજી થઇ રહી હતી. જનરલે કહ્યું કે, ભારતના ચીન સાથે સારા સંબંધ છે. તેમણે કહ્યું કે, કોઇ પણ સમયે, કોઇ પણ વાત થશે તો અમારી પાસે સ્થાનિક કમાન્ડર છે જે એક બીજા સાથે વાતો કરે છે. મને નથી લાગતું, તેમાં કોઇ ડર છે. 


પંજાબના CM અમરિંદરસિંહની પત્ની પરનીત કૌર સફાઇ અભિયાન દરમિયાન બેહોશ !
કર્ણાટકનાં 5 MLA સુપ્રીમના શરણે, વારંવાર ધમકીઓ મળી રહી હોવાનો દાવો
એલએસી પર અલગ ધારણાઓ છે. 
વાસ્તવિક નિયંત્રણ રેખા પર સ્થિતી અંગે જનરલે કહ્યું કે, એએસી પર અલગ-અલગ ધારણાઓ છે. એલએસી પર તેમની અલગ અલગ ધારણા છે અને અમારી પાસે પોતાનો દ્રષ્ટીકોણ છે. વચ્ચે ઘણુ મોટુ અંતર છે, એટલા માટે બંન્ને પક્ષ પેટ્રોલિંગ કરે છે અને એક બીજાના ક્ષેત્રોમાં જાય છે. રાવતના અનુસાર ચીની લોકો આવે છે અને પોતાની કથિત એસએસી પર પેટ્રોલિંગ કરે છે. જેને અમે પ્રયાસ કરીને અટકાવીએ છીએ. અમે અમારી એલએસી સુધી પહોંચવાનો પ્રયાસ કરીએ છીએ, અથવા અમને આપવામાં આવેલ પેટ્રોલિંગ સીમાના આધાર પર ક્ષેત્રોની મુલાકાત કરીએ છીએ. 


કન્નૌજમાં માતાએ ભૂખથી તડપતા 7 મહિનાના બાળકનું ગળું દબાવીને હત્યા કરી નાખી
ડેમચોકની ઘટના અંગે તેમણે કહ્યું કે, તિબેટિયન આ વિસ્તારમાં કેટલાક ઉત્સવો ઉજવી રહ્યા હતા, જેને જોવા માટે કેટલાક ચીની આ તરફ આવી ગયા હતા. અનેક ઘુસણખોરી થઇ નથી અને બધુ જ સામાન્ય છે.