કન્નૌજમાં માતાએ ભૂખથી તડપતા 7 મહિનાના બાળકનું ગળું દબાવીને હત્યા કરી નાખી

કન્નૌજમાં ભૂખથી તડપતા 7 મહિનાના બાળકને તેની માતાએ ગળું દબાવીને હત્યા કરી નાખી.

કન્નૌજમાં માતાએ ભૂખથી તડપતા 7 મહિનાના બાળકનું ગળું દબાવીને હત્યા કરી નાખી

કન્નૌજ (અજીત શ્રીવાસ્તવ): કન્નૌજમાં ભૂખથી તડપતા 7 મહિનાના બાળકને તેની માતાએ ગળું દબાવીને હત્યા કરી નાખી. તાવથી તડપતા બાળકને લઈને રુખસાર ડોક્ટર પાસે પહોંચી હતી. પરંતુ તેઓ ઉધારી ચૂકવ્યા વગર દવા આપવા તૈયાર થયા નહીં. આ બધા વચ્ચે બાળક ભૂખના કારણે તરફડતું હતું. પોલીસ પૂછપરછમાં રૂખસારે જણાવ્યું કે તે 3 દિવસથી બાળક માટે દૂધની વ્યવસ્થા કરી શકતી નહતી. આથી તેણે ગળું દબાવીને હત્યા કરી. 

કન્નૌજના છિબરામઉ અંતર્ગત આવતા વિસ્તારમાં પાઈ પાઈ માટે મોહતાજ મહિલાથી જ્યારે ભૂખથી તડપતા બાળકની ચીસો સહન ન થઈ તો તેણે બાળકનું ગળું દબાવીને મારી નાખ્યું. મામલાની વિગતો પોલીસ સુધી પહોંચતા પોલીસ ત્યાં પહોંચી. પોલીસના જણાવ્યા મુજબ છિબરામઉના બિરતિયા મોહલ્લાની રૂખસારને 3 બાળકો છે. 

રૂખસારનો પતિ શાહિદ મુંબઈમાં નોકરી કરે છે. શાહિદ સાથે તેને ઝગડો થયો. આ જ કારણે 4-5 મહિનાથી તે રૂપિયા ઘરે મોકલતો નહતો. મુશ્કેલીભર્યા હાલાતમાં રૂખસાર કોઈ પણ પ્રકારે બાળકોનું પેટ ભરતી હતી. થોડા સમય પહેલા તેના 8 મહિનાના બાળક અહદને લોહીમાં ઈન્ફેક્શન થઈ ગયું હતું. દાગીના અને ઘરનો સામાન વેચીને 90 હજાર રૂપિયા ભેગા કરી આગરામાં અહદની સારવાર કરાવવામાં આવી. 3-4 દિવસથી તેની પાસે એક રૂપિયો પણ નહતો. 

જુઓ LIVE TV

ગુરુવારે સાંજે તાવથી તડપતા પુત્રને લઈને રૂખસાર ડોક્ટર પાસે ગઈ હતી. પરંતુ ઉધાર ચૂકવ્યા વગર તેઓ દવા આપવા માટે તૈયાર થયા નહીં. બાળક ભૂખથી તડપી રહ્યું હતું. સવારે લગભગ 6 વાગે રૂખસારે બાળકને પાણીમાં ખાંડ ઓગાળીને પીવડાવ્યું. બાળક બિચારું સૂઈ ગયું. સવારે 8.30 વાગ્યા સુધી  પણ જ્યારે બાળક ન ઉઠ્યું તો પાસે રહેતા પરિવારના લોકોને શક ગયો અને બાળકોએ જણાવ્યું કે માતાએ ભાઈનું ગળું દબાવીને મારી નાખ્યો. પોલીસ પૂછપરછમાં રૂખસારે જણાવ્યું કે તે 3 દિવસથી બાળક માટે દૂધની વ્યવસ્થા કરી શકી નહતી. આથી ગળું દબાવીને મારી નાખ્યું. 

પુત્રની દાદીના જણાવ્યાં મુજબ તે ફરિયાદ લઈને છિબરામઉ પોલીસ સ્ટેશન પહોંચી અને પ્રભારીને જણાવ્યું હતું કે તેના પૌત્રને તેની માતા મારી નાખશે. પરંતુ પોલીસે તેમની ફરિયાદ ગંભીરતાથી ન લીધી અને ત્યાંથી રવાના કરી દીધી. તેમના જણાવ્યાં મુજબ પોલીસે કહ્યું કે માતા બાળકને મારી નાખે ત્યારે આવજો અમે તેની ધરપકડ કરી લઈશું. 

આ સમગ્ર ઘટનામાં કન્નૌજ એસપી અમરેન્દ્ર પ્રતાપ સિંહે બાળકના મોતની પુષ્ટિ કરી છે પરંતુ હજુ એ પુષ્ટિ નથી કરી કે બાળકનું મોત કયા કારણથી થયું છે. અમરેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે બાળકનું મોત કેવી રીતે થયું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news