નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેર થંભી ગઇ છે અને નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કે દેશમાં કોરોનાથી સાજા થનારાઓનો દર વધી રહ્યો છે. રિકવરી રેટ વધીને 90 ટકા થઇ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે ગત 24 કલાકમાં દેશમાં 2,57,000 કેસ નોંધાયા છે. જ્યારે 3,57,630 લોકો રિકવર થયા છે. 78% નવા કેસ 10 રજ્યોમાંથી નોંધાઇ ચૂક્યા છે. ફક્ત 7 રાજ્યોમાં દરરોજ 10 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અલગ-અલગ વેક્સીન લગાવવામાં આવે તો શું થશે?
આ દરમિયાન ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં 20 લોકોને કોરોનાની બે અલગ-અલગ વેક્સીન લગાવવાને લઇને મચેલી બબાલ પર નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડોક્ટર વીકે પોલ (Dr. VK Paul) એ કહ્યું કે તેને લઇને ગભરાવવાની જરૂર નથી. 

બ્લેક ફંગસ બાદ હવે Aspergillosis Infection નો ખતરો, ગુજરાતમાં મળ્યા 8 દર્દીઓ


સરકારે કહ્યું કે ચિંતાની વાત નથી
ગુરૂવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આયોજિત પ્રેસ કોન્ફ્રેંસમાં ડોક્ટર વીકે પોલે કહ્યું કે અલગ-અલગ વેક્સીન લગાવો તો પણ ચિંતાની કોઇ વાત નથી. તેમણે કહ્યું કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. તપાસ રિપોર્ટ મળ્યા બાદ તેના પર આગળ નિર્ણય લેવામાં આવશે. 


વેક્સીન લગાવવામાં પ્રોટોકોલનું પાલન
ડો વીકે પોલએ આગળ કહ્યું કે પ્રોટોકોલ મુજબ સજાગ રહેવાની જરૂર છે. એવું ન થાય કે વ્યક્તિને પહેલાં જે રસી લગાવવામાં આવી હોય અને તેની બીજી રસી લાગે. પરંતુ તેમછતાં જો આમ ન થાય તો એટલો મહત્વપૂર્ણ મુદ્દો ન હોવો જોઇએ. તમને જણાવી દઇ કે સિદ્ધાર્થનગરમાં 20 લોકોને પહેલો ડોઝ કોવિશીલ્ડનો અને બીજો ડોઝ કોવૈક્સીનનો આપવામાં આવ્યો હતો. 

Lockdown માં વધ્યું Sunny Leone નું વજન, જિપ બંધ કરવા મથામણ કરી રહ્યા છે 3-3 લોકો


કોકટેલ વેક્સીનને લઇને ચાલી રહી હતી!
નીતિ આયોગના સભ્યએ કહ્યું કે એવી પણ વાતચીત ચાલી રહી છે કે અલગ અલગ લગાવવામાં આવે તો ઇમ્યૂનિટી વધુ હોય છે. પરંતુ હાલ તેના પર કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ જે લોકોને કોકટેલ વેક્સીન લાગી છે તેમને ગભરાવવાની જરૂર નથી. 


વેક્સીનને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે કેંદ્ર સરકાર દ્વારા અત્યાર સુધી 45 વર્ષથી વધુ ઉંમરના 14.85 કરોડ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામા6 આવ્યા છે. 18-44 વર્ષના લોકોને અત્યાર સુધી 1.39 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ગત 1 અઠવાડિયામાં દરરોજ 21,00,000 ટેસ્ટ કરવામાં આવ્યા છે. પોઝિટિવિટી રેટ દેશમાં 10.45 રહી ગયો છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube