જયપુરઃ Congress President Election News: કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી (Congress President Election) પહેલા રાજસ્થાન (Rajasthan) ના મુખ્યમંત્રી અશોક ગેહલોતે (Ashok Gehlot) રવિવારે કહ્યુ કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પાર્ટીના સર્વોચ્ચ પદ માટે ના પાડીને મોટો ત્યાગ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગેહલોતે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું- અમે બધા આ અધ્યક્ષ પદની ચૂંટણીનો ભાગ બનીશું. બધાની અંદર ચૂંટણીને લઈને ઉત્સાહ છે. આ એક નવી શરૂઆત હશે. સોનિયા ગાંધી અને રાહુલે ખુબ મોટો ત્યાર કર્યો છે કે ગાંધી પરિવારમાંથી કોઈ અધ્યક્ષ બનશે નહીં. આ કહેવા માટે હિંમત જોઈએ. 


ખડગેનું સમર્થન કરવાના સવાલ પર બોલ્યા ગેહલોત
કોંગ્રેસ અધ્યક્ષ પદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગેને સમર્થન કરવાના સવાલ પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યુ કે તેમણે ચૂંટણી પ્રક્રિયાનું ઉલ્લંઘન કર્યું નથી. ગેહલોતે પત્રકારોને કહ્યું- હું ખડગેનો પ્રસ્તાવક બન્યો હતો તો કેટલાક લોકોએ વિવાદ ઉભો કર્યો કે મેં ખડગેના સમર્થનમાં પ્રચાર કર્યો. પ્રચાર કરવાનો હોત તો હું દરેક રાજ્યમાં જાત અને વાત કરત. મેં તે કર્યું નથી પરંતુ હું પ્રસ્તાવક બન્યો છું. શું હું તેમના માટે અપીલ ન કરી શકું?’’


કોણ બનશે કોંગ્રેસના અધ્યક્ષ? થરૂર અને ખડગે વચ્ચે મુકાબલો, કાલે સવારે મતદાન


ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી અશોક ગેહલોતે પાછલા ગુરૂવારે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગેના સમર્થનમાં મતદાન કરવાની અપીલ કરી હતી. અધ્યક્ષ પદની ચૂંટણી માટે રાજસ્થાનના 414 ડેલિગેટ્સ (મતદાન મંડળના સભ્ય) સોમવારે મતદાન કરશે. 


કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેનો મુકાબલો તિરૂવનંતપુરમથી સાંસદ શશિ થરૂર સામે છે. કોંગ્રેસ પાર્ટીમાં 24 વર્ષ બાદ ગાંધી પરિવારની બહારની કોઈ વ્યક્તિ અધ્યક્ષ બનશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube