Congress President Election: કોણ બનશે કોંગ્રેસના અધ્યક્ષ? થરૂર અને ખડગે વચ્ચે મુકાબલો, કાલે સવારે 10થી સાંજે 4 સુધી મતદાન

Congress President Election: કોંગ્રેસ પાર્ટીને 19 ઓક્ટોબરે નવા અધ્યક્ષ મળવાના છે. અધ્યક્ષ પદની ચૂંટણી માટે 17 ઓક્ટોબર એટલે કે સોમવારે મતદાન થવાનું છે. કોંગ્રેસના આશરે 9800 જેટલા ડેલીગેટ્સ સોમવારે મતદાન કરશે. 

 Congress President Election: કોણ બનશે કોંગ્રેસના અધ્યક્ષ? થરૂર અને ખડગે વચ્ચે મુકાબલો, કાલે સવારે 10થી સાંજે 4 સુધી મતદાન

નવી દિલ્હીઃ Congress President Election Prepration: કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી માટે સોમવારે થનારા મતદાનની (Voting Prepration Complete) તૈયારી પૂરી કરી લેવામાં આવી છે. દેશભરમાં 40 કેન્દ્રો પર 68 બુથ (68 Booths 40 Center in Country) બનાવવામાં આવ્યા છે, જ્યાં સવારે 10થી સાંજે 4 કલાક સુધી મતદાનની પ્રક્રિયા ચાલશે. 

કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે આશરે 9800 મતદાતા (ડેલીગેટ્સ) છે જે બે ઉમેદવારો મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) અને શશિ થરૂર (Shashi Tharoor) માંથી એક માટે મતદાન કરશે. સોનિયા ગાંધી (Sonia Gandhi), મનમોહન સિંહ (Manmohan Singh), પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) સહિત સીડબ્લ્યૂસીના સભ્યો (Member of CWC) કોંગ્રેસ મુખ્યાલયમાં બનેલા બૂથમાં મતદાન કરશે.

તો એક બૂથ ભારત જોડો યાત્રાના કેમ્પમાં બનાવવામાં આવ્યું છે, જ્યાં રાહુલ ગાંધી અને આશરે મતદાતા મતદાન કરશે. મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર તિરૂવનંતપુરમ સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં મતદાન કરશે. મતદાન બાદ મતપેટીઓને દિલ્હી લાવવામાં આવશે, જ્યાં પાર્ટી મુખ્યાલયમાં 19 ઓક્ટોબરે મતગણતરી થશે અને પરિણામ જાહેર કરવામાં આવશે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 22 વર્ષ બાદ ચૂંટણી યોજાવાની છે અને આશરે 24 વર્ષ બાદ પાર્ટીની કમાન ગાંધી પરિવારની બહાર જવાનું નક્કી છે. 

137 વર્ષમાં છઠ્ઠીવાર
લગભગ 137 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીમાં છઠ્ઠીવાર થશે જ્યારે ચૂંટણી મુકાબલાથી સાબિત થશે કે પાર્ટીના આ મહત્વના પદ માટે કોણ યોગ્ય ઉમેદવાર છે. કોંગ્રેસ અધ્યક્ષની આ ચૂંટણીમાં ગાંધી પરિવારના કોઈ સભ્ય સંકળાયેલા નથી. એટલે કે પહેલાથી નક્કી છે કે આ વખતે અધ્યક્ષની કમાન ગાંધી પરિવાર બહારના વ્યક્તિને મળવાની છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યુ કે, આ છઠ્ઠીવાર છે જ્યારે કોંગ્રેસના 137 વર્ષના ઈતિહાસમાં અધ્યક્ષ પદ માટે આંતરિક રૂપથી ચૂંટણી યોજાઈ રહી છે. 

વર્ષ 1977માં પણ થઈ હતી ચૂંટણી
જયરામ રમેશે જણાવ્યું કે મીડિયાએ 1939, 1950, 1997 અને વર્ષ 2000ની વાત કરી છે પરંતુ વર્ષ 1977માં પણ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાઈ હતી. જ્યાં કાસૂ બ્રહ્માનંદ રેડ્ડી (Kasu Brahmanand Reddi) ચૂંટાયા હતા. રમેશે આગળ જણાવ્યું કે તેમ છતાં પણ ચૂંટણી થવાનું અલગ મહત્વ છે. તેમણે કહ્યું- પરંતુ હું તેને ઐતિહાસિક ભારત જોડો યાત્રાના મુકાબલે ઓછી મહત્વની માનુ છું, જે ભારતીય રાજનીતિ માટે કોંગ્રેસની પરિવર્તનકારી પહેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news