કાશ્મીર પર ટ્રમ્પની મધ્યસ્થતાની ઓફર, ભારતનો જવાબ- તેનો કોઈ અવકાશ નથી
ટ્રમ્પે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘટનાક્રમ પર તેઓ નજીકથી નજર રાખી રહ્યાં છે. તેમણે એકવાર ફરી આ વિવાદને ઉકેલવામાં મદદની ઓફર કરી છે. ભારતે જવાબ આપ્યો કે મધ્યસ્થતા માટે તેમનો કોઈ અવકાશ નથી.
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને ઓછો કરવામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મદદની રજૂઆત પર ભારતે એકવાર ફરી સ્પષ્ટ કર્યું કે, કાશ્મીરના મુદ્દા પર કોઈ ત્રીજા પક્ષની ભૂમિકાની જોઈ જરૂર નથી. ઉલ્લેખનીય છે કે દાવોસમાં વિશ્વ આર્થિક મંચ સંમેલનથી અલગ પાક પીએમ ઇમરાન ખાને ટ્રમ્પ સાથે મુલાકાતમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે, તે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘટનાક્રમ પર નજર રાખી રહ્યાં છે. તેમણે એકવાર ફરી આ વિવાદને ઉકેલવામાં મદદની રજૂઆત કરી હતી.
મહત્વનું છે કે ભારતનું હંમેશાથી તે વલણ રહ્યું છે કે કાશ્મીરનો મામલો નવી દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચે દ્વિપક્ષીય મુદ્દો છે તથા કોઈ ત્રીજા પક્ષ દ્વારા મધ્યસ્થતા કે હસ્તક્ષેપનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. પાછલા પાંચ મહિનામાં ટ્રમ્પ તરફથી કાશ્મીર મુદ્દાના સમાધાન માટે બંન્ને દેશોની મદદની આ ચોથી રજૂઆત છે. સરકારના સૂત્રોએ કહ્યું કે, ભારતનું સ્પષ્ટ અને સતત વલણ રહ્યું છે કે કાશ્મીર પર કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નથી. ટ્રમ્પે આ રજૂઆત તેવા સમયમાં કરી છે જ્યારે તે આગામી મહિને ભારતના પ્રવાસ આવી શકે છે.
ઇમરાનનો કાશ્મીર રાગ
ઇમરાને ટ્રમ્પ સાથે મુલાકાતમાં એકવાર ફરી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું, 'પાકિસ્તાન-ભારતનો વિવાદ અમારા માટે એક મોટો મુદ્દો છે અને અમે અમેરિકાને તણાવ ઓછો કરવામાં પોતાની ભૂમિકાની આશા કરીએ છીએ કારણ કે અન્ય કોઈ દેશ આ ન કરી શકે.' તેના પર ટ્રમ્પે કહ્યું, 'ભારત અને પાકિસ્તાન વચ્ચે જે ચાલી રહ્યું છે... જો અમે મદદ કરી શકીએ.. તો ચોક્કસપણે કરવા ઈચ્છશું. અમે તેના પર નજીકથી નજર રાખી રહ્યાં છીએ.' 5 ઓગસ્ટ 2019ના ભારત સરકારે જમ્મૂ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી કલમ 370ની મોટા ભાગની જોગવાઈને સમાપ્ત કરી તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજીત કરી દીધું હતું. ત્યારબાદથી બંન્ને દેશો વચ્ચે પહેલાથી રહેલો તણાવ વધુ વધી ગયો છે.
કાશમીર માટે સરકારે ખોલ્યો ખજાનો, 80 હજાર કરોડના પેકેજની જાહેરાત
પાક જવાનો સવાલ ટ્રમ્પે ટાળ્યો
ટ્રમ્પ આગામી મહિને પ્રથમ સત્તાવાર ભારતના પ્રવાસે આવી તેવી સંભાવના છે. તો જ્યારે તેઓ ઈમરાનની સાથે દાવોસમાં મીડિયાને સંબોધિત કરી રહ્યાં હતા તો એક પત્રકારે તેમને પાક જવાનો સવાલ પૂછ્યો. પત્રકારે કહ્યું કે, શું તેઓ ભારતના પ્રવાસના સમયે પાક જવાનું ઈચ્છશે? તેના પર ટ્રમ્પે કહ્યું કે, તેઓ પાકિસ્તાનના વડાપ્રધાનને દાવોસમાં મળી રહ્યાં છે. એટલે કે તેમણે સ્પષ્ટ રીતે તે કહી દીધું કે તેઓ નજીકના ભવિષ્યમાં પાકિસ્તાન જઈ રહ્યાં નથી.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube