કાશમીર માટે સરકારે ખોલ્યો ખજાનો, 80 હજાર કરોડના પેકેજની જાહેરાત

છેલ્લા ઘણા દિવસથી કેન્દ્ર સરકારના ઘણા મંત્રી જમ્મૂ-કાશ્મીરના પ્રવાસ પર છે. ત્યાંની વિકાસ પરિયોજનાઓની જાણકારી માટે કેન્દ્રીય મંત્રીઓ જમ્મૂ-કાશ્મીરનો સતત પ્રવાસ કરી રહ્યાં છે. હાલમાં પીયૂષ ગોયલ અને સ્મૃતિ ઇરાની સહિત ઘણા મંત્રીઓએ ત્યાંનો પ્રવાસ કર્યો અને વિકાસ વિશે જાણકારી મેળવી હતી.
 

કાશમીર માટે સરકારે ખોલ્યો ખજાનો, 80 હજાર કરોડના પેકેજની જાહેરાત

નવી દિલ્હીઃ મોદી સરકારે જમ્મૂ અને કાશ્મીર માટે 80 હજાર કરોડના પેકેજની જાહેરાત કરી છે. સરકારે બુધવારે કાશ્મીરમાં વિકાસથી સંબંધિત કાર્ય માટે પેકેજને મંજૂરી આપી છે. તેની જાણકારી માનવ સંશાધન વિકાસ મંત્રાલયે આપી છે. 

કેન્દ્ર સરકારના ઘણા મંત્રી જમ્મૂ-કાશ્મીરના પ્રવાસ પર છે. ત્યાંની વિકાસ પરિયોજનાઓની જાણકારી માટે કેન્દ્રીય મંત્રીઓ જમ્મૂ-કાશ્મીરનો સતત પ્રવાસ કરી રહ્યાં છે. હાલમાં પીયૂષ ગોયલ અને સ્મૃતિ ઇરાની સહિત ઘણા મંત્રીઓએ ત્યાંનો પ્રવાસ કર્યો અને વિકાસ વિશે જાણકારી મેળવી હતી. બીજીતરફ દિલ્હીમાં બુધવારે નડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટની બેઠકમાં આ મંત્રીઓ પાસેથી કાશ્મીર વિશે ફીડબેક લીધો હતો. 

— ANI (@ANI) January 22, 2020

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી. કિશન રેડ્ડી પણ જમ્મૂ-કાશ્મીરના ત્રણ દિવસીય પ્રવાસ પર પહોંચ્યા છે જ્યાં તેઓ ઘણી વિકાસ યોજનાઓની શરૂઆત કરશે. પદભાર ગ્રહણ કર્યા બાદ રેડ્ડી બુધવારે સવારે પ્રથમવાર કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રવાસ માટે શ્રીનગર રવાના થયા હતા. આ દરમિયાન રેડ્ડી શ્રીનગર અને કાશ્મીર ઘાટના ગ્રામીણ વિસ્તારનો પણ પ્રવાસ કરશે. આ દરમિયાન તેઓ પ્રદેશમાં અલગ-અલગ વિકાસ કાર્યોની સમીક્ષા કરશે અને કેન્દ્ર સરકાર તરફથી ચલાવવામાં આવેલી યોજનાઓની સમીક્ષા કરશે. 

જમ્મૂ-કાશ્મીરના પ્રવાસ પર મંત્રી
કેન્દ્રીય અલ્પસંખ્યક મામલાના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી પણ બુધવારે શ્રીનગરના લાલ ચોક ગયા અને ત્યાંના લોકો સાથે કેટલોક સમય વાતચીત કરી હતી. નકવી લાલ ચોક પર રોકાયા અને કેટલાક દુકાનદારો તથા સ્થાનીક લોકો સાથે વાત કરી હતી. તેમણે લોકોને તે સમસ્યાઓ વિશે પૂછ્યું, જેનો તે સામનો કરી રહ્યાં છે. નકવીએ કહ્યું, સકારાત્મક માહોલ છે અને સરકાર લોકો વચ્ચે સંવાદ બનાવીને સકારાત્મકતા ફેલાવી રહી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news