મુંબઈઃ શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું કે, ભારતમાં કોઈ પણ પ્રકારે માનવાધિકારોનું ઉલ્લંઘન થતું નથી. તેમણે વરિષ્ઠ અભિનેતા નસીરુદ્દીન શાહ દ્વારા આપવામાં આવેલા નિવેદન અંગે જવાબ આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંજય રાઉતે જણાવ્યું કે, "મને નથી લાગતું કે ભારદમાં માનવાધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય. ભારતમાં લોકશાહી છે. હું નસીરુદ્દીન શાહજીનું સન્માન કરું છું. તેઓ એક શ્રેષ્ઠ અભિનેતા છે. આજે પણ નસીરૂદ્દીન શાહજી તેમને જે કહેવું હોય તે બોલી શકે છે."


ઉલ્લેખનીય છે કે, નસીરૂદ્દીન શાહે 20 ડિસેમ્બરના રોજ યુટ્યુબ પર આવેલા એક વીડિયોમાં એવું જણાવ્યું હતું કે, ભારતમાં લોકો તેમના હાથમાં કાયદો લેવા માટે સ્વતંત્ર છે. દેશમાં એક ગાયના મૃત્યુને એક પોલિસ અધિકારીના મોત કરતાં વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. તેમના આ નિવેદન બાદ મોટો વિવાદ સર્જાય હતો. 


હજુ આ વિવાદ શમ્યો નથી ત્યાં શુક્રવારે નસીરૂદ્દીન શાહે બીજા એક વીડિયોમાં ફરીથી જણાવ્યું છે કે, ભારત દેશમાં માનવાધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. 


'દેશમાં ધર્મના નામે ઊભી કરાઈ રહી છે નફરતની દિવાલ': નસીરુદ્દીન શાહનો બીજો વીડિયો


માનવાધિકાર સંસ્થા એમનેસ્ટી ઈન્ડિયા દ્વારા રિલીઝ કરાયેલા એક વીડિયોમાં નસીરુદ્દીન શાહે ભારતમાં માનવાધિકારોના સ્તર અંગે નિવેદન આપ્યું છે. આ વીડિયોમાં શાહ જણાવે છે કે, 'અમારા દેશનું બંધારણ અમને બોલવાની, વિચારવાની, કોઈ પણ ધર્મને પાળવાની અને પ્રાર્થના કરવાની મંજૂરી આપે છે. પરંતુ, આજે દેશમાં ધર્મના નામે નફરતોની એક દિવાલ ઊભી કરવાનમાં આવી રહી છે. જો લોકો આ અન્યાય સામે અવાજ ઉઠાવે છે, તેમને તેની સજા આપવામાં આવે છે.' 


શાહે વધુમાં જણાવ્યું છે કે, "આ દેશમાં કલાકાર, અભિનેતા, ગીતકાર, બુદ્ધિજીવી અને પત્રકાર સહિત ભિન્ન મત ધરાવતા લોકોને ચૂપ કરાવાઈ રહ્યા છે." 


ઉર્દૂ ભાષાના આ વીડિયોમાં નસીરુદ્દીન શાહ કહે છે કે, "હમારા દેશ કહાં જા રહા હૈ? ક્યા હમને ઐસે દેશ કા સપના દેખા થા જહાં અસંતોષ કી કોઈ જગહ નહીં હૈ, જહાં કેવલ અમીર ઔર શક્તિશાલી લોગોં કો સુના જાતા હૈ ઔર જહાં ગરીબોં વ સબસે કમઝોર લોગોં કો દબાયા જાતા હૈ? જહાં કભી કાનૂન થા, લેકિન અબ બસ અંધકાર હૈ."


ભારતના વધુ સમાચાર જાણવા અહીં ક્લિક કરો...