શ્રીનગર : શ્રીનગર લોકસભા સીટ માટે ગુરૂવારે થયેલી ચૂંટણીમાં આ સીટનાં આશરે 90 મતદાન કેન્દ્રો પર કોઇ પણ મતદાતાએ મતદાન નથી કર્યું. આ 90માંથી મોટાભાગનાં મતદાન કેન્દ્ર શ્રીનગરના મુખ્ય વિસ્તારમાં આવેલ છે. શ્રીનગર લોકસભા સીટ હેઠળ આઠ વિધાનસભા સીટો આવેલી છે. સુત્રોએ જણાવ્યું કે, જે મતદાન કેન્દ્ર પર કોઇએ મતદાન નથી કર્યું તે ઇદગાહ, ખાનયાર, હબ્બા, કદલ અને બટમાલુ વિસ્તારમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસનો નવો દાવ: ન્યાયનું વચન કરતા 10 કરોડ પરિવારોને રાહુલ ગાંધીનો પત્ર

સોનાવર વિધાનસભા વિસ્તાર, જ્યાં પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા અને ઉમર અબ્દુલ્લાએ મતદાન કર્યું તેને છોડીને તમામ સાત વિધાનસભા વિસ્તારમાં મતદાનનું પ્રમાણ 0.1 થી 0.99 વચ્ચે નોંધાયું હતું. ઇદગાહ વિધાનસભા વિસ્તારમાં 3.3 ટકા મતદાન થયું. સોનાવર વિધાનસભા વિસ્તારમાં 12 ટકા મતદાન થયું. 
દિગ્વિજય સિંહે બદલો લેવા મારી વિરુદ્ધ કાર્યવાહી કરી: સાધ્વી પ્રજ્ઞા સિંહ

નેશનલ કોન્ફરન્સના સંરક્ષક ફારુક અબ્દુલ્લા શ્રીનગર લોકસભા સીટથી પાર્ટીના ઉમેદવાર છે. તેઓ ગત્ત ચૂંટણીમાં પણ આ સીટથી જીત્યા હતા. પીડીપીએ આ સીટ પર આગા સૈયદ મોહસિન, ભાજપે ખાલિદ જહાગીર અને પીપલ્સ કોન્ફરન્સે ઇરફાન અંસારીને પોતાનાં ઉમેદવાર બનાવ્યા છે. નેશનલ કોન્ફરન્સના સહયોગી કોંગ્રેસે શ્રીનગર સીટ પર પોતાનો કોઇ ઉમેદવાર નથી ઉતાર્યો.