દિગ્વિજય સિંહે બદલો લેવા મારી વિરુદ્ધ કાર્યવાહી કરી: સાધ્વી પ્રજ્ઞા સિંહ

ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ગુરૂવારે પોતાનો ચૂંટણી અભિયાન ચાલુ કર્યું. તેમણે હુજૂર વિધાનસભાનાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યું. આ દરમિયા સાધ્વી આપવીતી સંભળાવતા ભાવુક થઇ ગઇ. તેમણે દિગ્વિજય સિંહ પર પણ નિશાન સાધ્યું. તેમણે આરોપ લગાવ્યો, સિંહે મારો બદલો લીધો. ષડયંત્રનો મુખ્ય સુત્રધાર દિગ્વિજય સિંહ છે. 
દિગ્વિજય સિંહે બદલો લેવા મારી વિરુદ્ધ કાર્યવાહી કરી: સાધ્વી પ્રજ્ઞા સિંહ

ભોપાલ : ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ગુરૂવારે પોતાનો ચૂંટણી અભિયાન ચાલુ કર્યું. તેમણે હુજૂર વિધાનસભાનાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યું. આ દરમિયા સાધ્વી આપવીતી સંભળાવતા ભાવુક થઇ ગઇ. તેમણે દિગ્વિજય સિંહ પર પણ નિશાન સાધ્યું. તેમણે આરોપ લગાવ્યો, સિંહે મારો બદલો લીધો. ષડયંત્રનો મુખ્ય સુત્રધાર દિગ્વિજય સિંહ છે. 

જેલનાં દિવસોને યાદ કરતા સાધ્વીએ કહ્યું કે, મને દિવસ રાત બેલ્ટથી મારવામાં આવ્યા. મીઠાનાં પાણીથી હાથ બોળતા હતા. નિર્વસ્ત્ર કરવાની ધમકી આપવામાં આવતી હતી. માર્યા બાદ બદલી જતા હતા, જો કે મને મારતા રહેતા. મને વિસ્ફોટ કરવાની વાત કુબલનામાં ઇચ્છતા હતા, 24 દિવસ સુધી મને કંઇ પણ ખાવાનું નહોતું આપ્યું, બસ પાણી આપતા હતા, નાર્કો, પોલીગ્રાફી ટેસ્ટનાં કારણે કેન્સર થયું. 

તેમણે મારુ એન્કાઉન્ટર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. મારી કમર તોડી દેવામાં આવી. તેમણે કહ્યું કે, મારુ નામ સ્વામી પુર્ણચેતના છે, એટલા માટે હું ચેતના જગાવતી આવી છું. સાધ્વીએ ફરીથી દોહરાવ્યું, હું નેતાગિરી કરવા નથી આવી, હું ધર્મયુદ્ધ કરવા આવી છું. 

રાજધાનીનાં માનસ ભવનમાં આયોજીત કાર્યકર્તા સમ્મેલનમાં સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે, મે ક્યારે પણ વિવાદોમાં નથી રહી, મારી વિરુદ્ધ કાવત્રું રચવામાં આવ્યું. માલેગાવ બોમ્બ બ્લાસ્ટ મુદ્દે ધરપકડ કરવામાં આવ્યા બાદ મને પ્રતાડિત કરવામાં આવ્યું. હું નથી ઇચ્છતી કે હવે કોઇ બીજી બહેન આ પ્રકારથી પ્રતાહિત હોય. તેમણે કહ્યું કે, આ ચૂંટણીમાં મતની ભિક્ષા માંગી રહી છું. જ્યારે તમે આ ભિક્ષા આપશે તો માનો તમે રાષ્ટ્ર રક્ષાની લોનતી મુક્ત થવાનો પ્રયાસ કરી લીધો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news