વારાણસી : યુપીની ચર્ચિચ સંસદીય સીટ વારાણસીમાં ભાજપનાં વડાપ્રધાન મોદી વિરુદ્ધ સમાજવાદી પાર્ટી - બસપા ગઠબંધને પોતાનો ઉમેદવાર બદલી દીધો છે. સોમવારે ઉમેદવારી દાખલ કરવાનાં અંતિમ દિવસે સમાજવાદી પાર્ટીનાં ઉમેદવાર મુદ્દે ઘણા લાંબા સમય સુધી હુંસાતુંસી ચાલી હતી. સપાનાં પૂર્વ જાહેર કરાયેલ ઉમેદવાર શાલિની યાદવ અને બીએસએફનાં બર્ખાસ્ત જવાન તેજ બહાદુર યાદવે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જો કે ત્યાર બાદ પાર્ટીએ સ્પષ્ટ કરતા જણાવ્યું કે, તેજબહાદુર યાદવ જ વડાપ્રધાન મોદી વિરુદ્ધ તેના ઉમેદવાર હશે. જો કે શાલિની યાદવ ત્યાર બાદ પોતાનું ઉમેદવારી પરત ખેંચી લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO: BJPના બે સાધ્વી નેતાઓનું ભાવુક મિલન, ઉમા ભારતીને ભેટીને રડવા લાગ્યા સાધ્વી પ્રજ્ઞા

આ અગાઉ સપાનાં પ્રદેશ પ્રવક્તા મનોજ રાય ધુપચંડી બીએસએફનાં ભરજરિક્ત જવાન તેજબહાદુર યાદવન સાથે ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા હતા. ધૂપચંડીએ દાવો કર્યો કે, તેજબહાદુર વિરુદ્ધ વારાણસીમાં તેજબહાદુર યાદવન સપાનાં ઉમેદવાર હશે. તેમણે કહ્યું કે, સપાના અત્યાર સુધી જાહેર કરાયેલ ઉમેદવાર શાલિની યાદવ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેશે. 


23મી મે બાદ નહી બચી શકે દીદી, સંપર્કમાં છે તેમના 40 ધારાસભ્યો: PMનો હુંકાર

તેજબહાદુરી અખીલેશ સાથે યોજી મુલાકાત
અત્રે ઉલ્લેખનીય છે કે, બીએસએફનાં બર્ખાસ્ત જવાન તેજબહાદુર આ અગાઉ પણ ઉમેદવારી કરી ચુક્યા છે પરંતુ સુત્રો અનુસાર તેમની ઉમેદવારી કોઇ કારણથી રદ્દ થઇ ગઇ હતી. એવી પણ ધારણા છેકે તેમને ટિકિટ માટે સપા અધ્યક્ષ સાથે મુલાકાત યોજી.સુત્રો અનુસાર તેજ બહાદુરની અરજીનો સ્વિકાર થતાની સાથે જ 2 મેના દિવસે શાલિની પોતાની ઉમેદાવરી પરત ખેંચી લેશે.