ગ્રેટર નોઇડાઃ ગ્રેટર નોઇડાના શિવ નાદર વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરનાર એક વિદ્યાર્થિનીની એક વિદ્યાર્થીએ ગોળી મારી હત્યા કરી દીધી છે. વિદ્યાર્થિનીની હત્યા બાદ છાત્રએ ખુદને ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે. વિદ્યાર્થિનીને છાતીમાં બે ગોળી મારવામાં આવી અને બાદમાં વિદ્યાર્થીએ પોતાની કાનપટી પર ગોળી મારી છે. જાણકારી પ્રમાણે બંને વચ્ચે પ્રેમ પ્રસંગનો મામલો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોળી ચલાવનાર વિદ્યાર્થીની ઓળખ અનુજના રૂપમાં થઈ છે. તો વિદ્યાર્થિનીનું નામ નેહા ચૌરસિયા જણાવવામાં આવી રહ્યું છે. અનુજે યુનિવર્સિટીના ડાઇનિંગ હોલમાં નેહાની છાતીમાં ગોળી મારી છે. ત્યારબાદ બોયઝ હોસ્ટેલમાં પહોંચીને અનુજે ખુદને ગોળી મારી લીધી હતી. 


આ પણ વાંચોઃ એસપી સિંહ બધેલ પણ કાયદા મંત્રાલયમાંથી હટ્યા, હવે સ્વાસ્થ્ય રાજ્યમંત્રીનો હવાલો


જણાવી દઈએ કે બંને બીએ ત્રીજા વર્ષના વિદ્યાર્થી હતા અને હોસ્ટેલમાં જ રહેતા હતા. અનુજને શંકા હતી કે નેહા અન્ય કેટલાક યુવકો સાથે પણ વાત કરે છે. આ શંકામાં તેણે આ ઘટનાને અંજામ આપ્યો છે.


મામલા બાદ પોલીસે કહ્યું કે બંનેના પરિવારજનોને જાણ કરવામાં આવી રહી છે. અનુજ અને નેહા ભૂતકાળથી એકબીજાના સારા મિત્રો હતા, જેમની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube