કુપવાડા : 73માં સ્વતંત્રતા દિવસ પ્રસંગે જમ્મુ કાશ્મીરનાં કુપવાડામાં સેનાનાં કેમ્પમાં પણ ઉજવણી કરવામાં આવી. સેનાના નોર્ધન કમાન્ડનાં જીઓસી લેફ્ટિનેંટ જનરલ રણબીર સિંહે ત્રિરંગો ફરકાવ્યો અને જવાનોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ આપી. આ દરમિયાન તેમણે પોતાના સંબોધનમાં જવાનોને કહ્યું કે, હું તમને બધાને આ પ્રસંગે મુબારકબાદ અને શુભકામનાઓ પાઠવું છું. આજે રક્ષાબંધનનો પણ તહેવાર છે. તમને તમારી પરિવારને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ ભારતીય રેલવે માટે કહી મોટી વાત, સાંભળીને હસી પડ્યા રેલમંત્રી


કાશ્મીર ખીણમાં થાળે પડતું જનજીવન, NSA અજીત ડોભાલ પોતે બારીક નજર રાખી રહ્યા છે
લેફ્ટિનેંટ જનરલ રણબીર સિંહે કહ્યું કે, અહીં હું એટલા માટે આવ્યો છું જેથી તમને તમારા સારા કામ માટે શુભકામનાઓ આપી શકું. મને અહેસાસ છે કે તમે પડકાર વાળા વિસ્તારોમાં ડ્યુટી કરી રહ્યા છો. તમામ સાથી જે હાજર નથી તેમના સુધી પણ હું શુભકામનાઓ પહોંચાડવામાં આવે. આવનારા સમય માટે પણ શુભકામનાઓ આપવા માંગુ છું, કેવા પ્રકારના પડકારો આવે છે તેનો અંદાજ લગાવવો શક્ય નથી. 


રાજ્યપાલ આનંદીબેને CM યોગીને બાંધી રાખડી, તિરંગો પણ ફરકાવ્યો
VIDEO: આઝાદીના જશ્નમાં મગ્ન બન્યું લદ્દાખ, સાંસદ નામગ્યાલએ લેહમાં કર્યો ડાન્સ
તેમણે કહ્યું કે, આપણે ગમે તેવા સમય માટે તૈયાર છીએ. પાડોશી દેશ કેવા પ્રકારે ઘુસણખોરી કરવામાં લાગેલો છે. નુકસાન કરવાનાં પ્રયાસો કરી રહ્યો છે. આપણા માટે જરૂરી છે કે આપણે બધા જ આપણી જવાબદારીઓને સમજીએ. જ્યારે પણ નાપાક કાર્યવાહી કરીએ તો આપણે મુંહતોડ જવાબ આપી શકીએ. અત્યાર સુધી તમે ખુબ સારી પદ્ધતીથી કામ કર્યું છે, તમારા આર્મી કમાન્ડર હોવાના કારણે મને તમારા પર ગર્વ છે, જે પણ પડકાર સામે આવશે આપણે તેના પર સારી રીતે સફળતા મેળવીશું. 


સ્વતંત્રતા દિવસની ઉજવણી : જમ્મુ કાશ્મીરમાં ખુશીઓનો મહાસાગર, જુઓ તસ્વીરો
તેમણે કહ્યું કે, છેલ્લા ઘણા દિવસોમાં પાકિસ્તાન દ્વારા ઘુસણખોરીનાં નિષ્ફલ પ્રયાસો કરવામાં આવ્યા છે, તેમને મદદ માટે પાકિસ્તાન સેના દ્વારા સીઝફાયર ઉલ્લંઘન પણ કરવામાં આવ્યું. જો કે ભારતીય સેના LOC પર મજબુત રીતે ફરજ નિભાવી રહ્યા છે. જેટલા પણ પ્રયાસો કર્યા તેમને અટકાવી શકાયા. અંદર આવવાનાં પ્રયાસ કર્યા તેમને નષ્ટ કરવામાં આવ્યા. પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલા આતંકવાદી અંદરનાં વિસ્તારમાં આવીને ગડબડ કરવા માંગે છે, પરંતુ અંદરનાં વિસ્તારમાં પણ ભારતીય સેનાનું કાઉન્ટર ટેરર ગ્રિડ મજબુત છે.