લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ ભારતીય રેલવે માટે કહી મોટી વાત, સાંભળીને હસી પડ્યા રેલમંત્રી

73મા સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેંદ્ર મોદીએ લાલ કિલાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સતત છઠ્ઠીવાર સંબોધિત કરતાં દેશમાં વધતી વિકાસની ગતિ પર ચર્ચા કરી. તેના માટે તેમણે ભારતીય રેલવેનું એક એવું ઉદાહરણ આપ્યું. જેને સાંભળીને લાલના કિલાના પ્રાંગણમાં બેસેલા રેલ મંત્રી પીષૂષ ગોયલ હસી પડ્યા. વિકાસની 'નવી રાહ' પર દોડતી ભારતીય રેલવેનું ઉદાહરણ આપતાં પીએમ મોદીએ ખાસ કરીને વંદેમાતરમનો ઉલ્લેખ કર્યો. 
લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ ભારતીય રેલવે માટે કહી મોટી વાત, સાંભળીને હસી પડ્યા રેલમંત્રી

નવી દિલ્હી: 73મા સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેંદ્ર મોદીએ લાલ કિલાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સતત છઠ્ઠીવાર સંબોધિત કરતાં દેશમાં વધતી વિકાસની ગતિ પર ચર્ચા કરી. તેના માટે તેમણે ભારતીય રેલવેનું એક એવું ઉદાહરણ આપ્યું. જેને સાંભળીને લાલના કિલાના પ્રાંગણમાં બેસેલા રેલ મંત્રી પીષૂષ ગોયલ હસી પડ્યા. વિકાસની 'નવી રાહ' પર દોડતી ભારતીય રેલવેનું ઉદાહરણ આપતાં પીએમ મોદીએ ખાસ કરીને વંદેમાતરમનો ઉલ્લેખ કર્યો. 

PM મોદીએ સંભળાવ્યો ગુજરાતના જૈન મુનિનો કિસ્સો, જેમણે કહ્યું હતું- એક દિવસ પાણી દુકાન પર વેચાશે

જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલાની પ્રાચીર પરથી દેશવાસીઓને સંબોધિત કરતાં કહ્યું કે 'આ પહેલાં જો કાગળ પર કોઇ નિર્ણય લેવામાં આવતો હતો કે એક વિસ્તારમાં રેલવે સ્ટેશન બનાવવામાં આવશે, તો વર્ષો સુધી લોકોમાં સકારાત્મકતા બની રહેતી હતી... હવે સમય બદલાઇ ગયો છે. લોકો સ્ટેશનથી સંતુષ્ટ નથી. તે તાત્કાલિક પૂછે છે ''વંદે ભારત એક્સપ્રેસ અમારા વિસ્તારમાં ક્યારે આવશે?''

આ વાત સાંભળીને કેંદ્વીય મંત્રી જિતેંદ્વ સિંહે રેલવે મંત્રી પીયૂષ ગોયલ તરફ જોયું અને હસી પડ્યા. ઉલ્લેખનીય છે કે વિકાસના પાટા પર દોડી રહેલી ભારતીય રેલવે વિશે પીએમ મોદીના વખાણ સાંભળીને તે ખુશ થઇ ગયા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news