November Grah Rashi Parivartan 2022: નવેમ્બર મહિનામાં પાંચ ગ્રહોનું રાશિ પરિવર્તન થશે. 8 નવેમ્બરે કાર્તિક પૂર્ણિમાના દિવસે વર્ષનું અંતિમ તથા બીજુ ચંદ્ર ગ્રહણ છે. 11 નવેમ્બરે શુક્ર વૃશ્ચિક રાશિમાં સંચાર કરશે. ત્યારબાદ 13 નવેમ્બરે મંગલ વક્રી અવસ્થામાં મિથુનથી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસે 13 નવેમ્બરે બુધ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. 16 નવેમ્બરે સૂર્યનો ગોચર વૃશ્ચિક રાશિમાં થશે. વૃશ્ચિક રાશિમાં બુધાદિત્ય અને લક્ષ્મી નારાયણ યોગ પણ બનશે. 24 નવેમ્બરે દેવગુરૂ પોતાની રાશિ મીનમાં ચાલ બદલી માર્ગી થઈ જશે. જાણો નવેમ્બર મહિના કઈ રાશિઓ માટે લાભકારી સાબિત થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિથુન- મિથુન રાશિના જાતકો માટે નવેમ્બર મહિનો શુભ સાબિત થશે. આ દરમિયાન નોકરી કરતા વર્ગના લોકોની પ્રગતિ થઈ શકે છે. શિક્ષણ સાથે જોડાયેલા લોકોને લાભ થશે. વ્યાપારીઓને લાભ થશે. સ્વાસ્થ્ય સારૂ રહેશે. 


સિંહ રાશિ- સિંહ રાશિના જાતકો માટે નવેમ્બર મહિનો વિશેષ ફળદાયી રહેવાનો છે. આ મહિને તમને કરિયરના ક્ષેત્રમાં સિદ્ધિ મળી શકે છે. આવકમાં વધારો થઈ શકે છે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થઈ શકે છે. 


કર્ક- કર્ક રાશિના જાતકો માટે નવેમ્બરનો મહિનો લાભકારી રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય ઉત્તમ રહેશે. આ સમયગાળામાં તમારી આવક સારી રહેશે. પરંતુ ખર્ચમાં વધારો થશે. આર્થિક સ્થિતિમાં સુધાર થશે. 


આ પણ વાંચોઃ કાર્તિક પૂર્ણિમા પર થનાર ચંદ્રગ્રહણ આ 5 રાશિવાળાનું ભાગ્ય ચમકાવશે, પૈસાનો વરસાદ કરશે


કન્યા- કન્યા રાશિના જાતકો માટે નવેમ્બરમાં ગ્રહોની ચાલ બદલવાથી જીવનમાં ખુશીઓ આવી શકે છે. આ દરમિયાન તમે કોઈ નવા કામની શરૂઆત કરી શકો છો. નોકરી શોધી રહેલા લોકોને ખુશખબર મળી શકે છે. કાર્યસ્થળ પર સહયોગીઓનો સાથ મળશે. વેપારીઓને લાભ થશે. 


મકર- મકર રાશિના જાતકો માટે નવેમ્બરનો મહિનો સારો રહેશે. કરિયર પ્રમાણે આ મહિનો લાભકારી સાબિત થઈ શકે છે. ખર્ચમાં ઘટાડો થશે. વેપારી વર્ગના લોકોને લાભ થશે. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube