નવી દિલ્હી: ચીન વિરૂદ્ધ ચાલી રહેલી સરકારી મુહિમમાં કારોબારી પણ સામે આવી રહ્યા છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા 59 ચીની એપ્સને બંધ કર્યા બાદ દિલ્હીમાં વિરોધ વધી ગયો છે. આ ક્રમમાં દિલ્હી ટેક્સી ટૂરિસ્ટ ટ્રાંસપોર્ટર એસોસિએશને મંગળવારે એક નિર્ણય હેઠળ નાગરિકો માટે પોતાની સેવા બંધ કરી દીધી છે. એટલે કે હવે એઓસિએશનની અંદર 400 ટેક્સી કંપનીઓ અને લગભગ 50,000 ટેક્સીઓ આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી ટેક્સી ટૂરિસ્ટ ટ્રાંસપોર્ટર એઓસિએશનના અધ્યક્ષ સંજય સમ્રાટે જણાવ્યું કે અમારા સૈનિકો સાથે જે વ્યહાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ અમે આ નિર્ણય કર્યો છે કે અમે કોઇપણ ચીની નાગરિકને પોતાની ટેક્સી સેવા નહી આપે. અમે કેન્દ્ર સરકારને આ ભલામણ કરીએ છીએ કે ચીનના તમામ સામનોનો દેશમાં બહિષ્કાર કરવામં આવે. 


આ પહેલાં દિલ્હી હોતલ રેસ્ટોરેન્ટ એન્ડ ઓનર્સે પણ આ નિર્ણય કર્યો હતો કે દિલ્હીના હોટલ અને ગેસ્ટ હાઉસમાં હવે કોઇપણ ચીની વ્યક્તિને રોકાવવામાં નહી આવે. 


જોકે દેશમાં ચીન વિરૂદ્ધ ગુસ્સો જોઇ કાલે ભરત સરકારે ટિકટોક (TikTok), યૂસી બ્રાઉઝર (UC Browser) સહિત 59 ચીની એપ પર બેન લગાવી દીધો છે. તેમાં હેલો (Helo), વીચેટ (We Chat), યૂસી ન્યૂઝ (UC News) જેવા પ્રમુખ એપ પણ સામેલ છે. 


(IANS Input)


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube