દિલ્હી હાઈકોર્ટે નાણા મંત્રાલય, આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય પાસેથી ખાસ સૂચનો મંગાવવામાં આવ્યા છે..તમામ જંગમ અને સ્થાવર મિલકતોને આધાર સાથે લિંક કરવાની એક અરજીમાં માગ કરવામાં આવી છે..જેથી બેંચ દ્વારા ગ્રામીણ વિકાસ અને કાયદા મંત્રાલય પાસેથી પણ જવાબ માંગવામાં આવ્યો છે. ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાયે વર્ષ 2019માં કરેલી અરજી પર કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. કરી રહી છે. જે અંગે ગયા વર્ષે ભાજપના નેતાઓને મંત્રાલયોની તરફેણ કરવાનું કહેવામાં આવ્યું હતું.. પરંતુ સુનાવણી વખતે રજિસ્ટ્રી અરજીમાં કેટલીક ભૂલો સામે આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભૂલો હટાવવા કોર્ટનો આદેશ
અરજીમાં રહેલી ભૂલો હટાવી અલગ અલગ મંત્રાલયોને જવાબ રજૂ કરવા કોર્ટે કહ્યું છે. જેમાં કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માએ કહ્યું કે આ મામલે એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. તો આ મામલે આગામી સુનાવણી 18 જુલાઈ 2013ના રોજ કોર્ટમાં હાથ ધરાશે. પ્રોપર્ટીને આધાર સાથે લિંક કરવાની માંગ અંગે ઉપાધ્યાયે કહ્યું કે આ રીતે ભ્રષ્ટાચાર પર અંકુશ આવશે. કાળું નાણું અને બેનામી સંપત્તિના વ્યવહારો પર પ્રતિબંધ મૂકવામાં આવશે. વધુમાં કહ્યું કે કલમ 21 હેઠળ નિર્ધારિત લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે સરકાર ભ્રષ્ટાચાર અને કાળા નાણાં અને બેનામી સંપત્તિ પર યોગ્ય પગલાં લેવા માટે બંધાયેલી છે. 


સોનાના ભાવમાં જબરદસ્ત કડાકો, લગડી-દાગીના લેવાનું વિચારતા હોવ તો જાણો લેટેસ્ટ રેટ


ફોર્મ 16 વગર આઈટી રિટર્ન ભરી શકાય? જો હા...તો શું છે તેની પ્રોસેસ, ખાસ જાણો


ઘઉંની સરકારી ખરીદીમાં આવી મોટી અપડેટ, ગુજરાતને નહીં મળે લાભ


પાન સાથે આધાર કાર્ડ લિંક ફરજિયાત
અગાઉ પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાનું ફરજિયાત હતું. ત્યારે હવે સરકાર મિલકતની ગેરરીતિ રોકવા માટે કડક પગલા લેવાના મૂડમાં છે. જેથી પ્રોપર્ટી સાથે આધાર કાર્ડ લીંક કરવાની અરજી પર લાંબા સમયથી સુનાવણી ચાલી રહી છે..


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube