જયપુરઃ પોતાના સૌથી મોટા ચૂંટણી વચનને પાળી બતાવતાં રાજસ્થાનની નવી ચૂંટાયેલી અશોક ગેહલોત સરકારે પણ બુધવારે રાત્રે ખેડૂતોના દેવામાફીની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ગેહલોતે પત્રકારોને જણાવ્યું કે, તેના અંતર્ગત ખેડૂતોનું સહકારી બેન્કોનું તમામ દેવું માફ કરવામાં આવશે. સાથે જ વાણિજ્યિક, રાષ્ટ્રીયકૃત અને ગ્રામીણ બેન્કોમાં દેવામાફીની મર્યાદા રૂ.2 લાખ સુધીની રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે જણાવ્યું કે, દેવાની ગણતરી માટે 31 નવેમ્બર, 2018ની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. સરકારના આ પગલાથી સરકારી ખજાના પર રૂ.18,000 કરોડનો બોજો આવશે. 


ખેડૂતોની દેવામાફીઃ ખેડૂતો જેટલું ધિરાણ લે છે, તેના કરતાં દોઢ ગણી રકમ ડૂબાડે છે ઉદ્યોગપતિઓ


ઉલ્લેખનીય છે કે, ગેહલોતે આ સોમવારે જ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. શરૂઆતમાં ગેહલોતે 10 દિવસનો સમય માગ્યો હતો, પરંતુ દબાણને જોતાં સરકારે માત્ર એક સપ્તાહના અંદર જ દેવામાફીની જાહેરાત કરી છે. 



મધ્યપ્રદેશની કમલનાથની સરકાર અને છત્તીસગઢની ભૂપેષ બધેલની સરકારે તો શપથ લીધાના માત્ર 2 કલાકમાં જ ખેડૂતોના દેવામાફીની જાહેરાત કરી દીધી હતી. કોંગ્રેસની સરકારોનું જોયા બાદ મંગળવારે આસામની ભાજપ સરકારે પણ ખેડૂતોના દેવામાફીની જાહેરાત કરી હતી.