નવી દિલ્હીઃ કૃષિ કાયદાને લઈને પ્રદર્શન કરી રહેલા કિસાનોના ભારત બંધના સમર્થનમાં વિપક્ષી દળ પણ ઉતરી આવ્યા છે. દેશભરમાંથી અલગ-અલગ રાજકીય દળોએ કિસાનોના આ બંધની જાહેરાતને સમર્થન આપવાનું એલાન કર્યું છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી સહિત દેશના તમામ વિપક્ષી દળોએ કિસાનો તરફથી 8 ડિસેમ્બરે બોલાવવામાં આવેલા ભારત બંધનું સમર્થન કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિસાનોના સમર્થનમાં 11 દળોએ નિવેદન જારી કર્યું છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, PAGD, NCP, CPI, CPM, CPI (ML), RSP, RJD, DMK અને AIFBએ નિવેદન જારી કરી કિસાનોની માંગ પૂરી કરવા અને કૃષિ કાયદો 2020મા સંશોધનની માગ કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, અમે કિસાનોની સાથે છીએ. કિસાન સંગઠનોના હાલના સંઘર્ષ અને તેના ભારત બંધના એલાનનું અમે સમર્થન કરીએ છીએ. 


વિપક્ષી દળો તરફથી કહેવામાં આવ્યું કે, આ કૃષિ કાયદા સંસદમાં અલોકતાંત્રિક રીતે બનાવવામાં આવ્યા છે. વોટિંગ અને ચર્ચા ન થઈ. ભારતની ખાદ્ય સુરક્ષા માટે આ કાયદા ખતરો છે અને તે અમારા કિસાન અને કૃષિ વ્યવસ્થાને બરબાદ કરી દેશે. આ પાર્ટીઓના નેતાઓએ 9 ડિસેમ્બર સાંજે પાંચ કલાકે રાષ્ટ્રપતિને મળવાનો સમય માગ્યો છે. 


ભારત બંધ પહેલા કિસાનોની જાહેરાત- હવે અમારા મનની વાત સાંભળે PM મોદી 


સમાજવાદી પાર્ટી કાઢશે યાત્રા
કિસાનોના સમર્થનમાં અખિલેશ યાદવની પાર્ટી સોમવારથી કિસાન યાત્રા કાઢવાની તૈયારીમાં છે. સમાજવાદી પાર્ટીએ જાહેરાત કરી કે ઉત્તર પ્રદેશના દરેક જિલ્લામાં સપા કિસાન યાત્રા કાઢશે. સપા પ્રમુખ અખિલેશ યાદવ કન્નોજ મંડીથી કિશન બજાર સુધી યાત્રા કાઢશે. સપાએ કિસાનોના બંધની જાહેરાતનું સમર્થન કર્યું છે. 


દરેક કોંગ્રેસી કિસાનોની સાથે- અશોક ગેહલોત
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે 8 ડિસેમ્બરે દેશભરમાં કિસાનોના ભારત બંધનું સમર્થન કર્યુ છે. અશોક ગેહલોતે ટ્વીટ કરીને કહ્યુ, કોંગ્રેસ પાર્ટી 8 ડિસેમ્બરે કિસાનોના પક્ષમાં ભારત બંધનું સમર્થન કરે છે. જેમ કે આપણે જાણીએ છીએ કે રાહુલ જી પોતાના હસ્તાક્ષર અભિયાન, કિસાન અને ટ્રેક્ટર રેલીના માધ્યમથી કિસાનોનો અવાજ ઉઠાવતા રહ્યા છે. તેઓ દેશના કિસાનોના કટ્ટર સમર્થક રહ્યા છે અને દેશના દરેક ખુણામાં આ મુદ્દાને લઈ કોંગ્રેસી કાર્યકર્તા તેમની સાથે છે. 


ભારત બંધથી મંત્રી ગુસ્સે- કિસાન નેતા
કિસાન નેતા બલદેવ સિંહ નિહાલગઢે કહ્યુ કે, આ આંદોલન માત્ર પંજાબનું ન થઈને દેશનું બની ચુક્યુ છે. મંત્રી ગુસ્સામાંછે કે કેમ ભારત બંધનું આહ્વાન કર્યુ? કિસાન નેતાએ કહ્યુ કે, 8 ડિસેમ્બરે સવારથી સાંજ સુધી બંધ રહેશે. ચક્કાજામ બપોરે 3 કલાકે થશે. એમ્બ્યુલન્સ અને લગ્ન માટે રસ્તો ખુલ્લો રહેશે. શાંતિપૂર્ણ પ્રદર્શન રહેશે. ચંડીગઢ સેક્ટર 17ના ગ્રાઉન્ડમાં 7 તારીખે મોટુ પ્રદર્શન કરીશું. કિસાન નેતા જગમોહન સિંહે કહ્યુ કે, કિસાનોમાં મંથન તે થયું કે જ્યાં સુધી પોતાની માંગ સાથે સમજુતી નહીં કરીએ. તેમણે કહ્યું કે, મોદીના મનની વાત અમે સાંભળી રહ્યા છીએ, હવે તેમણે અમારા મનની વાત સાંભળવી જોઈએ. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube