નવી દિલ્હીઃ કેટલાક વિમાનની જેમ હવે જાન્યુઆરીથી કેટલીક પસંદગીની ટ્રેનોના મુસાફરો યાત્રા દરમિયાન સૌંદર્ય પ્રસાધન, ઘર અને કરિયાણું, ફિટનેસ ઉપકરણ વગેરેની ખીદી કરી શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક વરિષ્ઠ રેલવે અધિકારીએ જણાવ્યું કે, પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝને એક ખાનગી ફર્મ સાથે 5 વર્ષ માટે 16 Main અને Express ટ્રેનમાં મુસાફરી દરમિયાન માલ-સામાન વેચવાનો કોન્ટ્રાક્ટ લીધો છે. આ ફર્મ પાસ ઘરેલુ ઉપયોગની ચીજ-વસ્તુઓ તથા સૌંદર્ય પ્રસાધન જેવી વસ્તુઓ વેચવાનું લાયસન્સ હશે.


ભ્રષ્ટાચારના કેસમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફને 7 વર્ષની જેલ


જોકે, આ ફર્મ ટ્રેનમાં કોઈ ખાદ્ય સામગ્રી, સિગારેટ, ગુટખા કે દારૂ વેચવાના મંજૂરી નથી. અધિકારીએ જણાવ્યું કે, આ ચીજ-વસ્તુઓને સવારે 8થી રાત્રે 9 કલાક દરમિયાન જ વેચી શકાશે. તેના માટે કર્મચારીને વિશેષ ડ્રેસ પણ પહેરાવાનો રહેશે. 


મુસાફરો ડેબિટ અને ક્રેડિટ કાર્ડની મદદથી પોતાના ઘર માટે જરૂરી સામાન ખીદી શકશે. પ્રારંભિક તબક્કામાં આ સેવા બે ટ્રેનમાં શરૂ કરાશે. ત્યાર બાદ તબક્કાવાર બે-બે ટ્રેન ઉમેરવામાં આવશે. આ પ્રોજેક્ટની સફળતા જોયા બાદ રેલવે આગળની યોજના બનાવશે. 


56 ફૂટ લાંબી ભારતની સૌથી મોટી કેક બની અમદાવાદમાં, બનાવ્યો અનોખો રેકોર્ડ


ઉલ્લેખનીય છે કે, અત્યારે ટ્રેનમાં મુસાફરી દરમિયાન ફેરિયાઓ ખાવા-પીવાની વસ્તુઓ વેચવા આવતા હોય છે. આ લોકો એક સ્ટેશનથી બીજા સ્ટેશનની વચ્ચે ખાદ્ય પદાર્થ વેચીને ઉતરી જતા હોય છે. હવે, તમે ઘરે પહોંચો તે પહેલાં જો ઘરમાં કરિયાણું ખુટી ગયું હોય તો તમે ટ્રેનમાંથી ખરીદીને ઘરે જઈ શકો છો, જેથી ઘરે જઈને લેવા જવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. 


ભારતના વધુ સમાચાર વાંચવા અહીં કરો ક્લિક....