નવી દિલ્હી :  ભારત અને ચીનની વચ્ચે સીમા વિવાદ પર આ સમયના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનનાં વિદેશ મંત્રી વચ્ચે વાતચીત થઇ હતી. આ વાતચીત 5 જુલાઇના રોજ થઇ હતી અને બે કલાક સુધી ચાલી હતી. વાતચીતમાં સીમા તણાવ ઘટાડવા અંગે ચર્ચા થઇ. બંન્ને દેશો ભવિષ્યમાં શાંતિપુર્ણ વાતાવરણ જાળવી રાખવા મુદ્દે સંમતી થઇ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LAC પર પાછળ હટ્યા ચીની સૈનિકો, ચીનના વિદેશ મંત્રાલયે આપ્યું નિવેદન

વિદેશ મંત્રાલયે કહ્યું કે, બંન્ને પક્ષોએ આ વાત પર સંમતી વ્યક્ત કરી કે, વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ખતમ કરવાની પ્રક્રિયાને ઝડપથી પુર્ણ કરવામાં આવે. આ ઉપરાંત બંન્ને પક્ષોને ભારત-ચીન સીમામાં શાંતિ જાળવી રાખનારા નેતાઓની સામાન્ય સંમતીથી  માર્ગદર્શન લેવું જોઇએ. વાતચીત દરમિયાન બંન્ને પક્ષ સખ્તીથીમાર્ગદર્શન લેવું જોઇએ. વાતચીત દરમિયાન બંન્ને પક્ષ કડકાઇથી એલએસીનું સમ્માન કરવા અંગે પણ તૈયાર થયા. આ સાથે જ ભવિષ્યમાં સીમા પર શાંતિ ભંગ કરવા કે કોઇ ઘટનાથી બચવા માટે મળીને કામ કરવા અંગે પણ સંમતી સધાઇ હતી.


ભારતનો કૂટનીતિક 'માસ્ટરસ્ટ્રોક', F-35ના નામથી કેમ બેચેન છે જિનપિંગ અને ઈમરાન? જાણો ખાસિયતો

બંન્ને પક્ષોના પ્રતિનિધિઓ વચ્ચે રાજદ્વારી અને સૈન્ય અધિકારીઓી વચ્ચે ચર્ચા ચાલુ રાખવા અંગે પણ સંમતી સધાઇ છે. જેમાં ભારત-ચીન સીમા મુદ્દો (WMCC) અંગે વાતચીત અને તાલમેલનો પણ સમાવેશ થાય છે. વાતચીત દરમિયાન બંન્ને દેશ તે વાત પર સંમત થયા કે, દ્વિપક્ષીય સમજુતી અને પ્રોટોકોલ અનુસાર, ભારત-ચીન સીમા ક્ષેત્રોમાં શાંતિ અને યથાસ્થિતી જાળવી રાખવા માટે વાતચીત ચાલુ રાખશે. 


વાયરલ VIDEO: વિકાસ દુબેનું રાજકીય કનેક્શન, ભાજપના MLAએ આરોપો ફગાવ્યાં

બીજી તરફ લદ્દાખમાં ભારકનાં કડક વલણ આગળ ચીને ઝુકવું પડ્યું હતું. સુત્રો અનુસાર ગલવાન ખીણમાં ચીનના સૈનિકો પાછા હટવાનાં ચાલુ થઇ ચુક્યા છે. ગાડીઓ બખ્તરબંધ ગાડીઓ પરત જઇ રહી છે. ચીનના સૈનિકો ગલવાન, હોટસ્પરિંગ, ગોગરા જતા દેખાઇ રહ્યા છે. પીપી 14થી ટેંટ હટાવતા પણ દેખાઇ રહ્યા છે. આ સ્થળ પર જ ભારત - ચીની સેના વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ખુની સંઘર્ષમાં ભારતનાં 20 જવાનો શહીદ થયા હતા. 40થી વધારે જવાનો મરાયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube