નવી દિલ્હીઃ અત્યાર સુધી અફઘાનિસ્તાનને લઈને ચીન અને પાકિસ્તાન તે સમજી રહ્યાં હતા કે રશિયા તેના દરેક પગલામાં ભાગીદાર હશે પરંતુ પશિયાએ પોતાની સુરક્ષા પરિષદના સચિવ (એનએસએના સમકક્ષ) નિકોલાઈ પાત્રશેવને નવી દિલ્હીમાં બુધવારે યોજાનારી એનએસએ સ્તરીય વાર્તામાં મોકલીને ખુબ મોટો સંદેશ આપ્યો છે. સંદેશ છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનના આવ્યા બાદ સ્થિતિ જે રીતે સતત બગડી રહી છે, તેને જોતા તે પોતાની સુરક્ષા માટે બીજા વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. પાત્રશેવ એક વિશેષ વિમાનથી બુધવારે સવારે નવી દિલ્હી પહોંચશે. તેમની ભારતીય એનએસએ અજીત ડોભાલની સાથે અલગથી બેઠક થશે, જેમાં અફઘાનિસ્તાનની સ્થિતિ પર મુખ્ય રીતે વાત થશે. પાત્રશેવ સિવાય અફઘાનિસ્તાન પર અમેરિકાના નવા રાજદૂત થામસ વેસ્ટ પણ ભારત આવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીમાં થનાર પ્રાદેશિક સુરક્ષા ડાયલોગમાં ભાગ લેવા માટે મંગળવારે ઉઝ્બેકિસ્તાનના સુરક્ષા પરિષદના સચિવ વિક્ટર માખુમુદોવ અને તાજિકિસ્તાનના સુરક્ષા પરિષદના સચિવ નસરુલ્લો મહમૂદજોદા પહોંચે. આ બંનેની સાથે ડોભાલની અલગ-અલગ દ્વિપક્ષીય વાર્તા થઈ. સૂત્રોનું કહેવું છે કે બંને બેઠકોમાં અફઘાનિસ્તાનના મુદ્દો સૌથી હાવી રહ્યો. આ બંને દેશોના વિચાર અને ચિંતાઓ ભારતની સમાન છે. 


Farmers Protest: આંદોલનનું એક વર્ષ પૂરુ થવા પર કિસાનોનું હલ્લાબોલ, 28ના મુંબઈમાં મહાપંચાયત


વેસ્ટ ભારત ઉપરાંત રશિયા અને પાકિસ્તાન પણ જશે
અફઘાનિસ્તાન પર આ મહત્વપૂર્ણ બેઠકનું નેતૃત્વ ભારત કરી રહ્યું છે જ્યારે અફઘાનિસ્તાન પર અમેરિકાના નવા રાજદૂત થોમસ વેસ્ટ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. વેસ્ટ ભારત ઉપરાંત રશિયા અને પાકિસ્તાન પણ જશે. પરંતુ તેમની ભારત મુલાકાત અને અફઘાનિસ્તાનની સાથે મહત્વના પાડોશી દેશોની ભારતની મુલાકાત દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય માને છે કે અફઘાન સમસ્યાના ઉકેલમાં ભારતની ભૂમિકા મહત્વની રહેશે. આનું કારણ આપતાં ઉચ્ચ સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાન સિવાય અફઘાનિસ્તાનના તમામ પડોશી દેશો હવે અફઘાનિસ્તાનની બગડતી પરિસ્થિતિથી ખૂબ જ ચિંતિત છે. આ જ કારણ છે કે રશિયા, ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તુર્કમેનિસ્તાન રાજીખુશીથી દિલ્હી સંવાદમાં ભાગ લઈ રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube