Farmers Protest: આંદોલનનું એક વર્ષ પૂરુ થવા પર કિસાનોનું હલ્લાબોલ, 28ના મુંબઈમાં મહાપંચાયત, 29થી સંસદનો ઘેરાવ

Farm Laws: કૃષિ કાયદાના મુદ્દા પર કિસાન 26 નવેમ્બર 2020થી દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર વિરુદ્ધ કિસાનોના આ આંદોલનને એક વર્ષ પૂરુ થવામાં માત્ર થોડા દિવસ બાકી છે. 

Farmers Protest: આંદોલનનું એક વર્ષ પૂરુ થવા પર કિસાનોનું હલ્લાબોલ, 28ના મુંબઈમાં મહાપંચાયત, 29થી સંસદનો ઘેરાવ

નવી દિલ્હીઃ Farmers to Protest at Parliament: કૃષિ કાયદા (Farm laws) ના મુદ્દા પર કિસાન 26 નવેમ્બર 2020થી દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહ્યા છે. કેન્દ્ર સરકારની વિરુદ્ધ કિસાનોના આ આંદોલનને એક વર્ષ પૂર્ણ થવામાં માત્ર થોડા દિવસ બાકી છે. આંદોલનનું એક વર્ષ પૂરુ થવા પર કિસાનોનો શું પ્લાન હશે, તેની જાહેરાત મંગળવારે થઈ ગઈ. સંયુક્ત કિસાન મોર્ચાએ જાહેરાત કરી છે કે તે મુંબઈથી લઈને દિલ્હી સુધી કેન્દ્ર સરકારનો ઘેરાવ કરશે. 

સંયુક્ત કિસાન મોર્ચાએ કહ્યુ કે સરકાર પર દબાવ વધારવા માટે શિયાળુ સત્ર દરમિયાન સંસદની પાસે પ્રદર્શન કરશે. મહત્વનું છે કે સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. સંયુક્ત કિસાન મોર્ચા પ્રમાણે 29 નવેમ્બરથી દરરોજ 500 કિસાન ટ્રેક્ટર-ટ્રોલીઓમાં ભરીને સંસદની પાસે શાંતિપૂર્વક પ્રદર્શન કરવા જશે. 

પાંચ રાજ્યોના કિસાન પહોંચશે દિલ્હી
સંયુક્ત કિસાન મોર્ચાએ કહ્યુ કે, 26 નવેમ્બરે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશથી મોટી સંખ્યામાં કિસાન દિલ્હી બોર્ડર પર પહોંચશે અને બેઠકોમાં સામેલ થશે. ત્યારબાદ 28 નવેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં કિસાનોની મહાપંચાયત થશે. મહત્વનું છે કે કિસાનોના પ્રદર્શનની મંજૂરીથી ચોમાસુ દરમિયાન પણ જંતર-મંતર પર પ્રદર્શન કર્યુ હતું. 

કિસાન મોર્ચાએ 26 નવેમ્બરે કિસાન આંદોલનને એક વર્ષ પૂરુ થવા પર દિલ્હીની ત્રણેય સરહદ પર લોકોને ભેગા થવાની અપીલ કરી છે. આ દિવસે દેશભરમાં પ્રદર્શન કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. સંયુક્ત કિસાન મોર્ચાની બેઠકમાં એકવાર ફરીથી સ્પષ્ટ થઈ ગયું છે કે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં મોર્ચાની કોઈ ભૂમિકા હશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news