નવી દિલ્હી: લાંબા સમયથી  JEE Advanced 2021 પરીક્ષાની તારીખો  (NTA JEE Dates 2021)ની રાહ જોઇ રહેલા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. JEE Advanced 2021 ની પરીક્ષા 3 જુલાઇ 2021ને આયોજિત કરવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાએ તારીખોની જાહેરાત કરી દીધી છે. સાથે આઇઆઇટી (Indian Institutes of Technology) માં સ્નાતક અભ્યાસક્રમો (Undergraduate Courses)માં એડમિશન માટે યોગ્યતા પણ બતાવી દીધી છે. આઇઆઇટીમાં સ્નાતક (Undergraduate) માટે આ માપદંડ હોવા જોઇએ. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે ઇન્ટરનેટ વિના થશે Digital Payment! અવાજ બનશે પાસવર્ડ


IIT બોમ્બે દ્વારા થશે સંચાલિત
JEE Advanced 2021નું સંચાલન આ વર્ષે આઇઆઇટી બોમ્બે (IIT Bombay) દ્વારા કરવામાં આવશે. ગત વર્ષે જેઇઇ એડવાન્સ 2020 (JEE Advanced Exam) ના લીધે લગભગ 2.45 લાખ વિદ્યાર્થીઓને ક્વોલિફાઇ કર્યા હતા, જેનું સંચાલન આઇઆઇટી દિલ્હી (IIT Delhi)એ કર્યું હતું. પરીક્ષા સામાન્ય રીતે જેઇઇ મેનના પરિણામ (JEE Main Result) જાહેર થવાના લગભગ 2 થી 3 અઠવાડિયામાં આયોજિત કરવામાં આવે છે. આ પરીક્ષાઓ ઓનલાઇન થશે નહી, ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર જવું પડશે. કોરોનાકાળમાં યોજાઇ રહેલી પરીક્ષાઓમાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવું અનિવાર્ય છે.  

1 રૂપિયાની પણ ખરીદી કરશો તો આપવું પડશે PAN અને આધાર, જાણો શું છે નવો નિયમ


જેઇઇ મેન્સ પરીક્ષા આ દિવસે થશે
તમને જણાવી દઇએ કે આ પહેલાં શિક્ષા મંત્રી જેઇઇ મેન 2021  (JEE Main 2021)ની તારીખોની જાહેરાત કરી ચૂક્યા છે. જેઇઇ મેન 2021 (JEE Main 2021)ની પહેલાં સેશનની પરીક્ષા 23 થી 26 ફેબ્રુઆરી સુધી આયોજિત કરવામાં આવશે. અરજી કરવાની તારીખ 16 ફેબ્રુઆરી સુધી નિર્ધારિત કરવામાં આવી છે. તમારી જાણકારી માટે જણાવી દઇએ કે આ વર્ષથી જેઇઇ મેન્સ પરીક્ષા (JEE Main 2021) વર્ષમાં ચાર વાર આયોજિત કરવામાં આવે છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube