હવે ઇન્ટરનેટ વિના થશે Digital Payment! અવાજ બનશે પાસવર્ડ
Digital Payment: આગામી દિવસોમાં તમારે કાર્ડ વડે પેમેન્ટ (Card Payment) કરવા માટે ઇન્ટરનેટ (Internet)ની જરૂર નહી પડે અને ના તો સ્માર્ટફોન (Smartphone)ની. તમે કોઇપણ ફીચર ફોન (Feature Phone) વડે પેમેન્ટ કરી શકશો. જોકે ભારતીય રિઝર્વ બેંક (RBI) પેમેન્ટ સિસ્ટમને વધુ સુરક્ષિત અને સારી બનાવવાના પ્રયત્નમાં છે. તેના માટે આરબીઆઇએ કેટલીક ફિનટેક કંપનીઓ (Fintech Companies)ની પસંદગી કરી છે. જે આ દિવશામાં કામ કરી રહી છે. રિઝર્વ બેંકએ આ કંપનીઓને લાઇવ ટેસ્ટિંગની તક આપી છે. કેટલીક કંપનીઓ એવી છે જે વોઇસ બેસ્દ પેમેન્ટ સિસ્ટમ (Voice based payment system) પર કામ કરી રહી છે.
eRupaya
Livemint માં છપાયેલા એક સમાચાર અનુસાર નવેમ્બર 2020થી ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. જયપુરની નેચરલ સપોર્ટ કંસલ્ટેંસી સર્વિસિઝએ eRupaya નામની એક પ્રોડક્ટનું ટેસ્ટિંગ ગત વર્ષે નવેમ્બરમાં જ શરૂ કર્યું હતું. આ પ્રોડક્ટ નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન (NFC) પર બેસ્ડ પ્રીપેડ કાર્ડ અને પોઇન્ટ ઓફ સેલ (POS)નો ઉપયોગ કરે છે. કંપનીએ તેના માટે પંજાબ નેશનલ બેંક (PNB) સાથે કરાર કર્યો છે. તેમાં NFCના દ્વારા ઇન્ટરનેટ વિના ચૂકવણીની સુવિધા મળશે. આ પ્રીપેડ કાર્ડ દરરોજ 2000 રૂપિયાથી રિચાર્જ કરી શકાશે. મહિનામાં તેમાં 2000 રૂપિયા સુધી રીચાર્જ કરી શકશો. 60 તોલા સોનું, ત્રણ મકાનની માલકિન 20 વર્ષથી હતી કેદ, 8 ફૂટ વધી ગયા'તા વાળ
PaySe
આ પ્રકારે દિલ્હીની એક કંપની ન્યૂક્લિયસ સોફ્ટવેર એક્સપોર્ટ્સ લિમિટેડે પોતાની પ્રોડક્ટ PaySeનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. આ પણ ઓનલાઇન અને ઓફલાઇન ચૂકવણી કાર્ડ વડે થશે. તેમાં પણ પેમેન્ટ માટે NFCનો ઉપયોગ કરવામાં આવશે. આ એક ડિજિટલ મોબાઇલ વોલેટની માફક હશે જે ઓનલાઇન અને ઓફલાઇન મોડમાં કામ કરશે.
CityCash
આ ઉપરાંત ચાર કંપનીએ ગત મહિને ડિસેમ્બરમાં જ ટેસ્ટિંગની શરૂઆત કરી છે. મુંબઇની ટેપ સ્માર્ટ ડેટા નામની એક કંપની પોતાની પ્રોડક્ટ CityCash ને લઇને આવી રહી છે, આ એક પ્રીપેડ કાર્ડ છે જે NFC ટેક્નોલોજી પર કામ કરે છે. આ ઓફલાઇન પર્સન-ટૂ-મર્ચન્ટ (P2M) પેમેન્ટની સુવિધા આપે છે. તેનો ઉપયોગ ગ્રાહક બસો માટે યાત્રા પાસ (travel pass)ની માફક કરી શકો છો. મર્ચન્ટને પેમેન્ટ માટે વોલેટની માફક જ તેનો ઉપયોગ કરી શકે છે. Fino Paytech ઘણા રોકાણકારોમાંથી એક છે જે આ કંપનીને ફંડ ઇશ્યૂ કરી રહી છે.
ફક્ત અવાજથી થશે પેમેન્ટ
બેગલુરૂની એક કંપની Naffa Innovations એવી પ્રોડક્ટ બનાવી રહી છે જે ધ્વનિ તરંગોનો ઉપયોગ કરી પેમેન્ટની પ્રક્રિયાને પુરી કરશે. આ પ્રોડક્ટના બ્રાંડનું નામ છે ToneTag છે. તેનો ઉપયોગ ફીચર ફોન સહિત કોઇપણ ઉપલબ્ધ ડિવાઇસ પર કરી શકાય છે.
અવાજ બનશે પાસવર્ડ!
બેગલુરૂની જ એક બીજી કંપની છે Ubona Technologies જે ધ્વનિ તરંગોના ઉપયોગથી પેમન્ટ પ્રક્રિયા પર કામ કરી રહી છે. કંપની ગ્રાહકના અવાજના વેરિફિકેશન અને આઇડેંટીફિકેશનની પ્રક્રિયા બાદ પેમેન્ટની સુવિધા ઓફર કરી રહી છે. કંપની વોઇસ બેસ્ડ યુપીઆઇ સોલ્યૂશન્સની ટેસ્ટિંગ કરી રહી છે, જેમાં પર્સન ટૂ પર્સન (P2P) અને પર્સન ટૂ મર્ચન્ટ (P2M) ટ્રાંજેક્શન કરી શકાશે.
નોઇડાની એક કંપની પણ સામેલ
રિઝર્વ બેંકે જે છ કંપનીઓને પસંદ કરી ચે તેમાંથી એક નોઇડાની કંપની Eroute Technologies છે. કંપની એક UPI બેસ્ડ ઓફલાઇન મોબાઇલ સોલ્યૂશનની ટેસ્ટિંગ કરી રહી છે. જેમાં સ્માર્ટકાર્ડમાં એક સિમ દ્વારા પેમેન્ટ કરી શકાશે.
Trending Photos