નવી દિલ્હી/મુંબઈઃ મહારાષ્ટ્રમાં એક બાદ એક કોરોના વાયરસના મામલા ઝડપથી સામે આવી રહ્યાં છે. સોમવારે પાંચ નવા કેસ સામે આવતાં રાજ્યમાં COVID19ના પીડિતોની સંખ્યા 38 પર પહોંચી ગઈ છે. તેમાંથી 3 કેસ મુંબઈ, 1 નવી મુંબઈ અને 1 યવતમાલના છે. આ સાથે ભારતમાં કોરોના વાયરસના મામલા વધીને 116 થઈ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યવતમાલના ડીએમ એમડી સિંહે જણાવ્યું કે, જિલ્લામાં વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. તે વ્યક્તિ હાલમાં દુબઈથી પરત ફર્યો હતો. આ વચ્ચે રાજ્ય સરકાર કોરોના વાયરસનો સામનો કરવા માટે સાવચેતીના ભાગરૂપે અનેક પગલાં ભરી રહી છે. હકીકતમાં ભારતમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. સીએમ ઉદ્ધવ ઠાકરે અને સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કોરોના વાયરસ પર સમીક્ષા માટે ચીફ સેક્રેટરીની સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા જિલ્લા મેડિસ્ટ્રેટ્સ સાથે બેઠક યોજી હતી. 


વધી રહી છે દર્દીઓની સંખ્યા
રાજ્યમાં કોરોનાના સૌથી વધુ મામલા અત્યાર સુધી પુણેમાં આવ્યા છે પરંતુ ધીમે-ધીમે મુંબઈમાં કોરોના પોઝિટિવ આવતા લોકોની સંખ્યા વધી રહી છે, જેથી સરકાર અને તંત્ર પણ ચિંતિત છે. મુંબઈ પોલીસે પહેલા જ કલમ 144 લાગૂ કરીને ગ્રુપ ટૂર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યાં સુધી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝે પણ તમામ શૂટિંગ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. 


CORONA VIRUSના નિવારણમાં સામેલ લોકોની PM MODIએ કરી પ્રશંસા, કહી આ મોટી વાત


મહારાષ્ટ્રમાં કોરોના ક્યાં, કેટલો કહેર
મહારાષ્ટ્રમાં અત્યાર સુધી પુણેમાં 16, મુંબઈમાં 8, નાગપુરમાં 4, રાયગડ, નવી મુંબઈ અને યવતલામમાં 3, કલ્યાણ, ઔરંગાબાદ, અહમદનગર, ઠાણેમાં એક-એક પીડિતો સામે આવ્યા છે. બીજીતરફ મુંબઈ પોલીસે અબરાર મુશ્તાક નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે. તેના પર આરોપ હતો કે તેણે એક મહિનાને સર્જિકલ માસ્ક વેચવાના નામ પર 4 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.


મોદીએ ઉદ્ધવ સાથે કરી વાત
મહારાષ્ટ્રમાં કોરોનાના સર્વાધિક 38 દર્દીઓ સામે આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરી સ્થિતિની જાણકારી મેળવી હતી. જાણવા મળી રહ્યું છે કે વડાપ્રધાને કોરોના વાયરસનો સામનો કરવામાં મહારાષ્ટ્રને હર સંભવ મદદનો વિશ્વાસ આપ્યો છે. મુખ્યપ્રધાને રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવેલા પગલાની જાણકારી આપી હતી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...