CORONA VIRUSના નિવારણમાં સામેલ લોકોની PM MODIએ કરી પ્રશંસા, કહી આ મોટી વાત

પીએમ મોદીએ ટ્વિટ કરી કહ્યું, ભારત જે રીતે COVID-19નો સામનો કરી રહ્યું છે, તેના વિભિન્ન પાસાઓ પર લોકો ચર્ચા કરી રહ્યાં છે. તેઓ ચોક્કસપણે તમામ ડોક્ટર, નર્સ, નગરપાલિકા કર્મચારીઓ, એરપોર્ટના કર્મચારીઓ અને અન્ય તમામ લોકોનો મનોબળ વધારી રહ્યાં છે

CORONA VIRUSના નિવારણમાં સામેલ લોકોની PM MODIએ કરી પ્રશંસા, કહી આ મોટી વાત

નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus)ના સંક્રમણને રોકવા માટ કેન્દ્ર અને રાજ્ય સરકાર જે રીતે કામ કરી રહી છે તે પ્રશંસનીય છે. તેને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ કોરોનાથી જંગ લડી રહેલા ડોક્ટર, નર્સ, એરપોર્ટ સ્ટાફ અને તેમાં સામેલ તમામ કર્મચારીઓના કામની પ્રશંસા કરી છે.

Breaking: કોરોનાના કારણે નહી થાય ફ્લોર ટેસ્ટ, MP ધારાસભ્યની કાર્યવાહી 10 દિવસ માટે સ્થગિત

પીએમ મોદીએ ટ્વિટ કરી કહ્યું, ભારત જે રીતે COVID-19નો સામનો કરી રહ્યું છે, તેના વિભિન્ન પાસાઓ પર લોકો ચર્ચા કરી રહ્યાં છે. તેઓ ચોક્કસપણે તમામ ડોક્ટર, નર્સ, નગરપાલિકા કર્મચારીઓ, એરપોર્ટના કર્મચારીઓ અને અન્ય તમામ લોકોનો મનોબળ વધારી રહ્યાં છે. જે COVID-19નો સામનો કરવામાં સૌથી આગળ છે. પીએમ મોદીએ આ સાથે જ #IndiaFightsCorona લખ્યું છે.

This is certainly boosting the morale of all those doctors, nurses, municipal workers, airport staff and all other remarkable people at the forefront of fighting COVID-19. #IndiaFightsCorona

— Narendra Modi (@narendramodi) March 16, 2020

કોરોનાનો આ રીતે સામનો કરી રહ્યું છે ભારત
તમને જણાવી દઇએ કે, દુનિયા ભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસનો સામનો કરવા માટે ભારતે સમય પર પ્રયાસ કર્યા અને ઘણી હદ સુધી સફળ પણ રહ્યું છે. કોરોના વાયરસના સંક્રમણના સમાચાર ફેલાવાની સાથે જ ભારતે સૌથી પહેલા ચીનના વુહાન શહરેથી ભારતીયોનું એરલિફ્ટ કર્યું. અન્ય દેશોથી ભારતીયોનું સતત રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. રવિવારના ઈરાનની રાજધાની તેહરાનમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે ત્યાં ફસાયેલા 53 ભારતીયોને ભારત પરત લાવવામાં આવ્યા. આ 53 સદસ્યોના દળમાં 52 સ્ટૂડેન્ટસ અને એક શિક્ષક છે.

ઈરાનમાં ફસાયેલા 53 ભારતીયોને એરલિફ્ટ કરાયા, તો યુરોપથી પણ 44 ભારતીય પરત ફર્યાં

અમેરિકાથી પહેલા શરૂ કરી એરપોર્ટ પર સ્ક્રીનિંગ
ભારતે અમેરિકાથી પહેલા જ દેશ પરત ફરનારા લોકોનું એરપોર્ટ પર સ્ક્રીનિંગની વ્યવસ્થા કરી હતી. ન્યૂઝર્સીના ડેલસથી ભારત આવેલા પર્યટક પણ એરપોર્ટ પર ભારત સરકારની તૈયારીઓ જોઇને હેરાન રહી ગયા હતા. તેમણે પ્રેસને જણાવ્યું હતું કે, અમને ઘણી ખુશી થઈ આ જોઈને કે વિમાનથી બહાર આવવાની સાથે જ સ્વાસ્થય અધિકારી દરેક યાત્રીઓની તપાસ કરી રહ્યાં છે. આ પહેલા પણ સોશિયલ મીડિયા પર કેટલાક વિદેશી પર્યટકોએ ભારતીય વ્યવસ્થાની પ્રશંસા કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news