Nupur Sharma Prophet Mohammed Remarks: ભાજપમાંથી સસ્પેંડ કરવામાં આવેલી નૂપુર શર્માની પૈગંબર મોહમંદ વિરૂદ્ધ ટિપ્પણીને લઇને વિવાદ હજુ ચાલુ છે. ઉદયપુરમાં ટેલર કન્હૈયા લાલની હત્યાનો મામલો તે જ ટીપ્પણી સાથે જોડાયેલો છે. ઉદયરપુરમાં ટેલરિંગની દુકાન ચલાવનાર કન્હૈયા લાલની આ અઠવાડિયે નિર્દયતાપૂર્વક હત્યા કરી દીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેમણે નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું ત્યારબાદ જ તેમને ધમકીઓ મળી રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ કોર્ટમાંથી નૂપુર શર્માને ફટકાર લગાવ્યા બાદ ફરી એકવાર આ મુદ્દો ચર્ચામાં આવી ગયો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે નૂપુર શર્માની વિવાદિત ટિપ્પણીના કારણે દેશભરમાં અશાંતિ ફેલાઇ ગઇ અને સુરક્ષાને લઇને ખતરો પેદા થયો છે. 


ઘણા ઇસ્લામિક દેશોનો વ્યક્ત કર્યો રોષ
ભારતમાં મુસ્લિમ સંગઠનોની સાથે ઘના ઇસ્લામિક દેશોએ પણ પૈગંબર મોહમંદ પર કરવામાં આવેલી ટિપ્પણીને લઇને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ વિદેશ મંત્રાલયે તેના પર સ્પષ્ટતા પણ આપી હતી કે આ નિવેદનથી ભારત સરકારને કોઇ લેવા દેવા નથી. ભાજપના પાર્ટી પ્રવક્તા નૂપુર શર્મા પર કાર્યવાહી કરતાં તેમને સસ્પેંડ કરી દેવામાં આવ્યા હતા અને નવીન કુમાર જિંદલને પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો. 

મૌલાના મુફ્તી નદીમની બૂંદીથી ધરપકડ, નૂપુર શર્મા વિરૂદ્ધ આપ્યું હતું ભડકાઉ નિવેદન


નૂપુર શર્માની વિવાદિત ટિપ્પણી બાદ શું-શું થયું?
રાજસ્થાનના ઉદયપુરમાં ટેલર કન્હૈયા લાલની હત્યા નૂપુર શર્માના વિવાદ સાથે જોડાયેલી છે. રિયાઝ અખ્તરી અને ગૌસ મોહમંદે મંગળવારે ઉદયપુરમાં ટેલર કન્હૈયા લાલની હત્યા કરી હતી અને ઓનલાઇન વીડિયો શેર કરતાં કહ્યું કે તે ઇસ્લામના અપમાનનો બદલો લઇ રહ્યા છે. કન્હૈયા લાલે નૂપુર શર્માનું સમર્થન કરતાં સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. 


ઉદયપુરમાં કન્હૈયા લાલની હત્યા કરનાર બંને હત્યારાની ધરપકડ કરી લીધી છે. રિયાઝ અખ્તરી અને ગૌસ મોહમંદે કન્હૈયા લાલની હત્યા બાદ પીએમ મોદીને પણ ધમકી આપી હતી.


પૈગંબર વિરૂદ્ધ ટિપ્પણી બાદ કુવૈત સહિત ઘણા ખાડી દેશોને આ નિવેદનને લઇને ભારત સામે આપત્તિ વ્યક્ત કરી હતી. ઘણા મુસ્લિમ દેશોએ પોતાના ત્યાં સ્ટોરમાંથી ભારતીય સામાનને હટાવી દીધો હતો. ઘની જગ્યાએ ભારતીય ઉત્પાદનોને સેલ્ફમાં પ્લાસ્ટિક વડે ઢાંકી દીધા હતા. 


નૂપુર શર્મા વિરૂદ્ધ દિલ્હી, પશ્વિમ બંગાળ, બિહાર, મહારાષ્ટ્રમાં ઘણા કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રના મુંબ્રા પોલીસ સ્ટેશને નૂપુર શર્માને સમન મોકલી 22 જૂને પોલીસ સ્ટેશન પહોંચી પોતાનું નિવેદન નોંધાવવા કહ્યું હતું. 


યૂપીના કાનપુર સહિત દેશના ઘણા શહેઓમાં નૂપુર શર્માની વિવાદિત ટિપ્પણી બાદ વિરોધ પ્રદર્શન અને ઉપદ્રવ થયો હતો. કાનપુરમાં જૂમાની નમાઝ બાદ થયેલી હિંસાએ મોટું રૂપ ધારણ કરી લીધું હતું. અહીં ભારે સંખ્યામાં પોલીસ બળની તૈનાતી કરવી પડી હતી. 

ઉદયપુર મર્ડર કેસમાં મોટો ખુલાસો- 30 લોકોને પાકિસ્તાનથી લઇને આવ્યો હતો ગૌસ મોહમંદ


સુપ્રીમ કોર્ટમાંથી ફટકાર
પૈગંબર મોહમંદ પર ટિપ્પણીને લઇને વિવાદોમાં આવેલી નૂપુર શર્મા પર સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી. કોર્ટે નૂપુર શર્માને ફટકાર લગાવતાં કહ્યું કે તેમણે દેશમાંથી માફી માંગવી જોઇએ. તેમની વિવાદિત ટિપ્પણીના લીધે આખા દેશનો માહોલ ખરાબ થઇ ગયો અને સુરક્ષાને લઇને ખતરો પેદા થઇ ગયો. જસ્ટિસ પારડીવાલાએ કહ્યું કે ઉદયપુરમાં થયેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના માટે નૂપુર શર્માની વિવાદિત ટિપ્પણી જ જવાબદાર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube