નવી દિલ્હી  : રસગુલ્લાની જીઆઇ (જિયોગ્રાફીકલ ઇન્ડીકેશન/ભૌગોલિક સંકેત) મુદ્દે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા વચ્ચે ચાલી રહેલી લડાઇનો નિર્ણય ઓરિસ્સાનાં પક્ષમાં ગયો છે. હવે રસગુલ્લાની જીઆઇ ટેગનાં આધારે ઓરિસ્સા રસાગોલા તરીકે ઓળખાશે. ભારત સરકારે GI રજીસ્ટ્રીની તરફથી જાહેરાત કરવામાં આવી છે. રસગુલ્લાને હવે ઓરિસ્સા રસગોલા તરીકે માન્યતા આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રસોગોલા સેંકડો વર્ષોથી ભગવાન જગન્નાથને અર્પિત કરવામાં આવનારી મીઠાઇઓ પૈકી એક છે.


ઉન્નાવ દુષ્કર્મ પીડિતા દુર્ઘટના મુદ્દે BJP ધારાસભ્ય સહિત 10 વિરુદ્ધ ફરિયાદ દાખલ
ઉલ્લેખનીય છે કે, જીઆઇ રજિસ્ટ્રીએ વર્ષ 2017માં પશ્ચિમ બંગાળને રસગુલ્લા માટે જીઆઇ ટેગ આપી દીધો તો. ઓરિસ્સામાં તેના પર વિરોધ વ્યક્ત કરતા તેની વિરુદ્ધ અપીલ કરી હતી. વિરોધ અંગે વિચાર કરતા જીઆઇ રજિસ્ટ્રીએ ઓરિસ્સાને બે મહિનાનો સમય આપ્યો હતો. ઓરિસ્સા આ સમયમાં રસગુલ્લાનાં આવિષ્કાર અને બનાવવાની વિધિથી માંડીને તમામ વાતોનાં પુરાવા સહિત હાજર થયું હતું. જેથી તે પોતાનાં દાવાની યોગ્ય રીતે પૃષ્ટી કરી શકે. 


પ્રશાંત કિશોર મમતા બેનર્જી માટે ફુંક્યો શંખ, TMCને મજબુત કરવા આવું આયોજન
ચંદ્રયાન-2ને સીધુ જ મોકલવાને બદલે વૈજ્ઞાનિકો આટલું ગોળ ગોળ કેમ ફેરવે છે?
અત્રે ઉલ્લેખનીય છે કે, રોસગુલ્લા બંગાળી શબ્દ છે અને ભારતમાં તે રસગુલ્લા તરીકે જ પ્રખ્યાત છે. બંગાળ વર્ષોથી તે મીઠાઇ રાજ્યની સંસ્કૃતી સાથે સંકળાયેલી હોવાથી તેની હોવાનો જ દાવો કરતું રહ્યું છે. જ્યારે ઓરિસ્સાનો દાવો હતો કે આ મીઠાઇ ન માત્ર તેમના રાજ્યમાંથી ઉત્પન્ન થઇ પરંતુ તેમની સંસ્કૃતી સાથે સંકળાયેલી છે. ભગવાન જગન્નાથને પિરસવામાં આવતા થાળમાં આ મીઠાઇ વર્ષોથી પીરસવામાં આવે છે. જે રસાગોલા તરીકે ઓળખાય છે.